Not Set/ સ્પોર્ટ્સ/ હેનરી નિકોલ્સે સ્મિથનો એક હાથથી કર્યો કેચ, જુઓ વીડિયો

ગુરુવારથી મેલબોર્નમાં શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચનાં બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ 467 રનમાં સમેટાઇ ગઇ હતી. ટીમ માટે ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી. જો કે, આ મેચમાં સ્ટીવ સ્મિથ કમનસીબ રહ્યો હતો અને તે ફક્ત 15 રન દૂર રહી ગયો તેની સદી પુરી કરવામા અને આઉટ […]

Top Stories Sports

ગુરુવારથી મેલબોર્નમાં શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચનાં બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ 467 રનમાં સમેટાઇ ગઇ હતી. ટીમ માટે ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી.

જો કે, આ મેચમાં સ્ટીવ સ્મિથ કમનસીબ રહ્યો હતો અને તે ફક્ત 15 રન દૂર રહી ગયો તેની સદી પુરી કરવામા અને આઉટ થઇ ગયો હતો. ઝડપથી સદી સુધી પહોંચતા સ્મિથને ન્યૂઝીલેન્ડનાં હેનરી નિકોલ્સે શાનદાર કેચ પકડીને પેવેલિયન મોકલી દીધો હતો. ઓસ્ટ્રેલિયન ઇનિંગની 105 ઓવરમાં સ્ટીવ સ્મિથે ન્યૂઝીલેન્ડનાં ફાસ્ટ બોલર નીલ વૈગનરના સુનિયોજિત બાઉન્સર પર તે ભૂલ કરી ગયો અને બોલ બેટનાં કિનારે અડીને સ્લિપમાં ગઇ હતી. હેનરી નિકોલ્સ બોલથી થોડેક દૂર ઉભો હતો અને તેણે એક હાથે જબરદસ્ત કેચ પકડ્યો.

https://twitter.com/ICC/status/1210395048031989761

આ કેચ એટલો જબરજસ્ત હતો કે તે થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ક્રિકેટની સૌથી મોટી સંસ્થા આઈસીસીએ પણ તેના ઓફિસિયલ એકાઉન્ટથી આ કેચ અંગે ક્રિકેટ ચાહકોનો પ્રતિસાદ માંગ્યો છે. આપને જણાવી દઈએ કે, બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નનાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનાં બે હરીફો વચ્ચે રમાઈ રહ્યો છે. સ્ટીવ સ્મિથ જો તેની સદીથી 15 રન દૂર છે. જો તેણે આ સદી ફટકારી હોત, તો તે ટેસ્ટ ક્રિકેટમાં તેની 27 મી સદી હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.