Not Set/ હોકી ચેમ્પિયન ટ્રોફી : ભારતે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને ૨-૧થી હરાવી હાંસલ કરી બીજી જીત

બ્રેડા (નેધરલેંડ) નેધરલેંડમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવી ટુર્નામેન્ટમાં પોતાની બીજી જીત હાંસલ કરી છે. રવિવારે રમાયેલા મુકાબલામાં મંદીપ સિંહે અને હરમનપ્રીતે કરેલા શાનદાર ગોલના સહારે ભારતે આર્જેન્ટીનાને ૨-૧થી હરાવ્યું હતું. આ પહેલા ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતે કટ્ટર હરીફ અને ત્રણવારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ પાકિસ્તાનને ૪-૦થી હરાયું હતું. ભારતીય ટીમ માટે હરમનપ્રીત સિંહે […]

Trending Sports
DgdGoz3UYAM4irk હોકી ચેમ્પિયન ટ્રોફી : ભારતે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને ૨-૧થી હરાવી હાંસલ કરી બીજી જીત

બ્રેડા (નેધરલેંડ)

નેધરલેંડમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવી ટુર્નામેન્ટમાં પોતાની બીજી જીત હાંસલ કરી છે. રવિવારે રમાયેલા મુકાબલામાં મંદીપ સિંહે અને હરમનપ્રીતે કરેલા શાનદાર ગોલના સહારે ભારતે આર્જેન્ટીનાને ૨-૧થી હરાવ્યું હતું. આ પહેલા ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતે કટ્ટર હરીફ અને ત્રણવારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ પાકિસ્તાનને ૪-૦થી હરાયું હતું.

ભારતીય ટીમ માટે હરમનપ્રીત સિંહે ૧૭ મી મિનિટમાં અને મંદીપ સિંહે ૨૮ મી મિનિટમાં શાનદાર ગોલ કર્યાં હતા, જયારે આર્જેન્ટીનાની ટીમ માટે ગોન્જાલેજ પેલઇટે એક માત્ર ગોલ કર્યો હતો. બીજી બાજુ ભારતના સરદાર સિંહની આ ૩૦૦મી આંતરરાષ્ટ્રીય હોકી મેચ હતી ત્યારે આ અવસરે ભારતીય ટીમે તેઓને વિજય સાથે પૂર્ણ કરી હતી.

ભારત અને આર્જેન્ટીના વચ્ચેની મેચનો પ્રથમ ક્વાટર વિના કોઈ ગોલ રહ્યો હતો. જો કે ત્યારબાદ બીજા હાફની ૧૭ મિનિટમાં ભારતને પ્રથમ પેનલ્ટી કોર્નર મળ્યો જેમાં હરમનપ્રીત સિંહે આ કોર્નરને ગોલમાં પ્રવર્તિત કરી પોતાની ટીમને ૧-૦ની લીડ અપાવો અપાવી હતી.

૨૦મી મિનિટમાં આર્જેન્ટીનાએ લગભગ ગોલ કરી જ લીધો હતો, પરંતુ શ્રીજેશે તેને ગોલમાં પ્રવર્તિત થવા દીધો ન હતો. આ વચ્ચે ભારતે ૨૮મી મિનિટમાં મંદીપ સિંહે વધુ એક ગોલ કરીને વિરોધી ટીમની મુશ્કેલીમાં વધારો કર્યો હતો અને ટીમને ૨-૦ની લીડ અપાવી હતી.

જો કે ત્યારબાદ આગળની મિનિટમાં આર્જેન્ટીનાને પેનલ્ટી કોર્નર મળ્યો અને આ વખતે ગોન્જાલેજ પેલઇટ ગોલ કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ મેચના અંતમાં આ સ્કોર ( ૨-૧ ) ભારતીય ટીમના પક્ષમાં રહ્યો હતો.

પ્રથમ મેચમાં પાકિસ્તાનને ૪-૦થી આપ્યો હતો કારમો પરાજય

મહત્વનું છે કે, હેલી ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતીય હોકી ટીમે કટ્ટર હરીફ અને ત્રણ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ પાકિસ્તાનને ૪-૦થી હરાવી હતી.

ભારતીય ટીમ માટે રમનદીપ સિહે ૨૫મી મિનિટમાં, માત્ર ૧૭ વર્ષના દિલપ્રીત સિંહે ૫૪મી, મંદીપ સિંહે ૫૭મી અને લલિત ઉપાધ્યાયે ૫૯મી મિનિટમાં ૧-૧ ગોલ કર્યા હતા. પ્રથમ હાફમાં માત્ર ૧ જ ગોલ કર્યો હતો, પરંતુ ત્યારબાદ બીજા હાફમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત દાખવતા ૩ ગોલ કર્યા હતા અને વિરોધી ટીમને કારમો પરાજય આપ્યો હતો.