ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓછી સ્કોરિંગ ટી-20 મેચમાં વિન્ડિઝને સાત વિકેટથી હરાવ્યુ હતુ. ગુરુવારે રાત્રે રમાયેલી સીરીઝની ત્રીજી મેચમાં ભારતે વિન્ડીઝને નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટે 59 રનો પર સીમિત કરી હતી અને ત્યારબાદ 16.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું.

વિન્ડીઝનો ટોપ ઓર્ડર સંપૂર્ણરીતે નિષ્ફળ રહ્યો હતો, ટીમે 26 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ નબળી શરૂઆત પછી ટીમ ખરાબ પ્રદર્શનને સુધારી શકી નહી. તેના બે બેટ્સમેન જ બેવડા આંકડા સુધી પહોંચી શક્યા હતા. શેલ્ડન નેશન અને ચીનેલે હેનરી માત્ર 11-11 રન જ બનાવી શક્યા હતા. ભારત તરફથી રાધા યાદવ અને દિપ્તી શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી. અનુજા પાટિલ, પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત કૌર અને પૂનમ યાદવે એક-એક વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ભારતીય ટીમ માટે જેમીમ્યા રોડ્રિગેઝે અણનમ 40 રન બનાવ્યા હતા. ભારતે 13 રનનાં કુલ સ્કોર પર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા (0) ની વિકેટ પણ ગુમાવી દીધી હતી. આ પછી 37 નાં કુલ સ્કોર પર હરમનપ્રીત કૌર (7) પણ આઉટ થઈ ગઈ. રોડ્રિગેઝની સાથે દીપ્તિ સાત રન બનાવીને અણનમ પરત ફરી હતી. રોડ્રિગેઝે 51 બોલનો સામનો કર્યો અને ચાર બાઉન્ડ્રી ફટકારી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
