પર્થ,
છેલ્લા ૮૬ વર્ષના ટેસ્ટના ઈતિહાસની વાત કરવામાં આવે તો, આ સમયગાળા દરમિયાન ભારતીય ક્રિકેટમાં સ્પિન બોલરોની બોલબાલા રહી છે. ઘર હોય કે વિદેશ પરંતુ ભારતના કેપ્ટન હંમેશાની માટે સ્પિન બોલરો પર ભરોષો કરતા હોય છે.
જો કે આ વચ્ચે પર્થમાં શુક્રવારથી ઓસ્ટ્રેલિયા સામે શરુ થયેલી બીજી ટેસ્ટ મેચમાં પીચને જોતા ચાર ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે જ વિરાટ કોહલી ભારતીય ટીમના ચોથા કેપ્ટન બની ગયા છે, જ્યાં તેઓ એક ટેસ્ટ મેચમાં ચાર ઝડપી બોલર સાથે ઉતર્યા છે.

જો કે કેપ્ટન કોહલી બીજીવાર ચાર બોલરો સાથે ઉતર્યા છે. આ પહેલા ચાલુ વર્ષે જ દક્ષિણ આફ્રિકા સામે પાંચ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતર્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ભારત દ્વારા ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી અને ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે.
જોવામાં આવે તો, છેલ્લા ૮૬ વર્ષમાં માત્ર ચોથીવાર આ પ્રકારે કુલ ૪ બોલરો સાથે ભારતીય ટીમ ઉતરી છે. વિરાટ કોહલી પહેલા એમ એસ ધોની અને મોહમ્મદ અઝરૂદ્દીન ચાર ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી ચુક્યા છે.
