Not Set/ સ્પોર્ટ્સ/ IPL ને લઇને રાહુલ દ્રવિડે આપ્યું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીનાં પ્રમુખ રાહુલ દ્રવિડે ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ પર કહ્યું હતું કે તેમાં વધુને વધુ ભારતીય કોચ હોવા જોઈએ. રાહુલ દ્રવિડે કહ્યું કે ભારતીય કોચ પણ વિદેશી કોચની જેમ સક્ષમ છે અને તેઓ કોઈ વિદેશી કોચથી ઓછા નથી. રાહુલે કહ્યું કે તેને દુ:ખ થાય છે કે જ્યારે ભારતનાં […]

Uncategorized
Rahul Dravid સ્પોર્ટ્સ/ IPL ને લઇને રાહુલ દ્રવિડે આપ્યું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીનાં પ્રમુખ રાહુલ દ્રવિડે ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ પર કહ્યું હતું કે તેમાં વધુને વધુ ભારતીય કોચ હોવા જોઈએ. રાહુલ દ્રવિડે કહ્યું કે ભારતીય કોચ પણ વિદેશી કોચની જેમ સક્ષમ છે અને તેઓ કોઈ વિદેશી કોચથી ઓછા નથી.

રાહુલે કહ્યું કે તેને દુ:ખ થાય છે કે જ્યારે ભારતનાં ઘણા કોચને આઈપીએલમાં સહાયક કોચ તરીકે કામ કરવાની તક મળતી નથી. દ્રવિડે કહ્યું કે ઘરેલું કોચ ભારતીય ખેલાડીઓને વધુ સારી રીતે જાણે છે અને તેમને વધુ સારી રીતે સમજે છે. હાલમાં ટીમોનાં મોટાભાગનાં મુખ્ય કોચ વિદેશી છે. રાહુલ દ્રવિડ અગાઉ ભારતની અંડર-19 અને ભારત-એ નાં કોચ તેમજ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સનાં કોચ રહી ચૂક્યા છે. ગુરુવારે રાહુલ દ્રવિડ લખનઉમાં હતો અને તે અહીં ભારતની અંડર-19 અને અફઘાનિસ્તાનની અંડર-19 ટીમ વચ્ચે રમાયેલી મેચ જોવા આવ્યા હતા.

અફઘાનિસ્તાન અંડર-19 ને હરાવ્યા બાદ ભારતની અંડર-19 ટીમે ચાર મેચની શ્રેણી 3-1 થી જીતી લીધી છે. રાહુલ દ્રવિડનાં નેતૃત્વમાં ગત વખતે ભારતની અંડર-19 ટીમે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.