ભારતના બ્લાસ્ટર પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રીએ એક જ ઓવરમાં 6 સિક્સ મારવાના રેકોર્ડની બરાબરી ન્યુઝીલેન્ડના બેટ્સમેને કરી છે.લીઓ કાર્ટરે ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટસ સુપર મેશમાં કેન્ટબરી કિંગ્સ તરફથી રમતા આ રેકોર્ડ કર્યો હતો.
ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન લીઓ કાર્ટરે એક મેચ દરમિયાન કાર્ટરે છ બોલમાં છ છગ્ગા ફટકારીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. 25 વર્ષના આ ડાબોડી બેટ્સમેને લેફ્ટ આર્મ સ્પિનર એન્ટોન ડેવસિચની ઓવરમાં છ બોલ પર છ છગ્ગા ફટકાર્યા હતા. કાર્ટરે મેચમાં 29 બોલમાં 70 રનની અણનમ ઈનિંગ રમી હતી અને તેની ટીમે સાત વિકેટે વિજય થયો હતો. ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીમાં છ બોલ પર છ છગ્ગા ફટકારનાર કાર્ટર સાતમો બેટ્સમેન બન્યો છે.
https://twitter.com/SuperSmashNZ/status/1213714576404930561
આ મેચમાં છ બોલ પર છ છગ્ગા ફટકારવાની સાથે જ કાર્ટર વિશ્વનો સાતમો બેટ્સમેન બન્યો છે જેણે આ અનોખો રેકોર્ડ બનાવ્યો હોય. અગાઉ ગેરી સોબર્સ, શાસ્ત્રી, હર્સલ ગિબ્સ, યુવરાજ સિંહ, વોર્સસ્ટરશાયરનો રોસ વ્હાઇટલી અને અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝાઝાઈના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે.
T20 ક્રિકેટમાં છ બોલ પર છ છગ્ગા ફટકારનાર કાર્ટર ચોથો બેટ્સેન બન્યો છે. યુવરાજ સિંહે અગાઉ 2007માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ક્રિસ બ્રોડની ઓવરમાં છ બોલ પર છ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત 2017માં વ્હાઈટલીએ અને 2018માં ઝાઝાઈએ પણ આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
