Not Set/ સ્પોર્ટ્સ/ પીંક બોલ ટેસ્ટમાં કોહલીની સદી,પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાઈ રહેલી પીંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રન રેકોર્ડ મશીન વિરાટે બાંગ્લાદેશની સામે સીરિઝની બીજી ટેસ્ટનાં બીજા દિવસે પોતાની 27મી ટેસ્ટ  સદી પૂરી કરી છે. કોહલી ડે-નાઈટ ટેસ્ટમાં પિન્ક બોલથી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી તેમજ કેપ્ટન રહ્યો છે. કોહલીએ 159 […]

Uncategorized
aa 12 સ્પોર્ટ્સ/ પીંક બોલ ટેસ્ટમાં કોહલીની સદી,પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાઈ રહેલી પીંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રન રેકોર્ડ મશીન વિરાટે બાંગ્લાદેશની સામે સીરિઝની બીજી ટેસ્ટનાં બીજા દિવસે પોતાની 27મી ટેસ્ટ  સદી પૂરી કરી છે.

કોહલી ડે-નાઈટ ટેસ્ટમાં પિન્ક બોલથી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી તેમજ કેપ્ટન રહ્યો છે. કોહલીએ 159 બોલમાં જ ટેસ્ટ કારકિર્દીની 27મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ માટે 12 ચોગ્ગા ફટકાર્યા હતા.

ડે નાઈટ ફોર્મેટની આ ટેસ્ટ મેચમાં વિરાટે લંચ સમયે 130 રન બનાવી લીધા છે.વિરાટની સદીની મદદથી ભારતે લંચ સમયે 4 વિકેટ 289 રન કર્યા છે.

કેપ્ટન તરીકે સદીમાં કોહલી પોન્ટિંગથી આગળ વિરાટ કોહલી પિન્ક બોલથી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સદી સાથે વિરાટ કોહીલે ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગને ટીમના કેપ્ટન તરીકે સદી ફટકારવામાં પાછળ છોડી દીધો છે. કેપ્ટન તરીકે વિરાટની આ 20મી સદી છે. જો કે આ લિસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિત 25 સદી સાથે સૌથી મોખરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.