Not Set/ સૌરવ ગાંગુલીની દીકરીએ CAAનો વિરોધ કરતી પોસ્ટ મુકી, પિતાએ કહ્યુ: હજુ નાની છે

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરી સનાએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વાળી એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.સનાની આ પોસ્ટ પછી સોશિયલ મીડિયામાં વિવાદનો મધપૂડો છનછેડાયો હતો. સનાની વાયરલ પોસ્ટમાં લખ્યું હતું કે નફરતના આધાર પર શરુ થનારું આંદોલન ડર અને સંઘર્ષ સુધીના માહોલ સુધી જ ચાલે છે. આજે જે પોતાને મુસ્લિમ અને ઈસાઇ નથી […]

Uncategorized
Untitled 180 સૌરવ ગાંગુલીની દીકરીએ CAAનો વિરોધ કરતી પોસ્ટ મુકી, પિતાએ કહ્યુ: હજુ નાની છે

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરી સનાએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વાળી એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.સનાની આ પોસ્ટ પછી સોશિયલ મીડિયામાં વિવાદનો મધપૂડો છનછેડાયો હતો.

સનાની વાયરલ પોસ્ટમાં લખ્યું હતું કે નફરતના આધાર પર શરુ થનારું આંદોલન ડર અને સંઘર્ષ સુધીના માહોલ સુધી જ ચાલે છે. આજે જે પોતાને મુસ્લિમ અને ઈસાઇ નથી તેમ વિચારીને સુરક્ષિત સમજી રહ્યાં છે તેઓ મૂર્ખોના સ્વર્ગમાં રહી રહ્યાં છે.

વાયરલ પોસ્ટ પ્રમાણે સંઘ હંમેશાથી એ યુવાઓને નિશાન બનાવે છે જે ડાબેરી ઈતિહાસકારો અને પશ્વિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. ભવિષ્યમાં આ લોકો કહેશે કે મહિલાઓને સ્કર્ટ ન પહેરવી જોઇએ, લોકોને મીટ ન ખાવું જોઇએ, કોઇના સ્વાગતમાં હાથ મિલાવીને કે કિસ કરવાની જગ્યાએ જય શ્રી રામ કહેવું પડશે. અહીં કોઇ સુરક્ષિત નથી.

સનાની આ પોસ્ટ પછી ધમાલ એવી મચી કે તેણે હટાવી લેવી પડી.સનાનો બચાવ કરવા તેના પિતા સૌરવ ગાંગુલીએ આગળ આવવું પડ્યું હતું.

સૌરવે ટ્વીટર પર પોસ્ટ મુકતા કહ્યું કે મહેરબાની કરીને આ દરેક મામલાઓથી સનાને દૂર રાખો. આ પોસ્ટ સત્ય નથી. રાજકારણ સમજવા માટે તે હજુ ઘણી નાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.