Not Set/ રાજકોટ /સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ધ્રુતરાષ્ટ્ર યુનિવર્સીટી, 34 ઉત્તરવહીમાં એક સરખું લખાણ

યુનિવર્સિટીમાં માસ કોપી કેસના કૌભાંડની શક્યતા  34 ઉત્તરવહીમાં એક સરખું લખાણ આવ્યું સામે BAના ઇતિહાસના પેપરમાં માસ કોપી કેસની શક્યતા   સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તપાસ શરૂ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટી છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ઘેરાયેલી છે. ક્યારેક કોપીકેસ હોય ચકે પછી ડામી વિદ્યાર્થી. કોઈ ને કોઈ વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી  સાથે જોડાયેલો જ છે.  તેને લઇ […]

Gujarat Rajkot
રાજકોટ યુનિવર્સીટી રાજકોટ /સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે ધ્રુતરાષ્ટ્ર યુનિવર્સીટી, 34 ઉત્તરવહીમાં એક સરખું લખાણ

યુનિવર્સિટીમાં માસ કોપી કેસના કૌભાંડની શક્યતા 

34 ઉત્તરવહીમાં એક સરખું લખાણ આવ્યું સામે

BAના ઇતિહાસના પેપરમાં માસ કોપી કેસની શક્યતા  

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તપાસ શરૂ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટી છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ઘેરાયેલી છે. ક્યારેક કોપીકેસ હોય ચકે પછી ડામી વિદ્યાર્થી. કોઈ ને કોઈ વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી  સાથે જોડાયેલો જ છે.  તેને લઇ ને હવે લોકોમાં શંકા તહી રહી છે કે આ રાજકોટ યુનિવર્સીટી  છે કે ધ્રુતરાષ્ટ્ર  યુનિવર્સીટી ..?

 હાલમાં ચાલી રહેલી બીએ ણી પરીક્ષામાં ૩૪ ઉત્તરવહીમાં એક સરખું લખાણ મળી આવ્યું છે. જેને લઈને અહીં પરીક્ષામાં માસ કોપી કેસ થયા હોવાની શક્યતા સામે આવી છે. હજુ ગયા અઠવાડિયે જ એક રાજકીય પાર્ટીના યુવા નેતા ના સ્થાને તેનો ડમી પરીક્ષા આપતા ઝડપાયો હતો.

તે અંગે હજુપણ યુનિવર્સીટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યાં વળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ કોપીકેસનું કૌભાંડ બહાર આવ્યુ છે એક બે નહી પરંતુ 34 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓમાં એકસરખું લખાણ સામે આવ્યુ છે. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે પણ પગલા કોઈ નથી લેવાતા.

અહીં એક શંકા એ જોર પકડ્યું છે કે કોઈ રાજકીય પાર્ટીના નેતાને જ ફાયદો કરવા માટે આ કોપી કૌભાંડ કરવામાં આવ્યું છે જેનો લાભ વર્ગના અન્ય વિધાર્થીઓને પણ મળ્યો છે જેને લઈને એક સામટા આટલા બધા (૩૪) વિધાર્થીઓની બુક માં એક સરખું લખાણ જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.