Not Set/ સ્પોર્ટ્સ/ શિવમ દુબેેએ ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચમાં નોંધાવ્યો શરમજનક રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી 5-0 થી ટી-20 શ્રેણી જીતી હતી. આ સાથે કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર કેપ્ટન બની ગયો છે, જેની કેપ્ટનશીપ હેઠળ ટીમે પાંચ મેચની શ્રેણીમાં વિરોધીઓને ક્લીન સ્વીપ કરી છે. પરંતુ શ્રેણીની છેલ્લી મેચ ઓલરાઉન્ડર શિવમ દુબે માટે ખાસ નહોતી કારણ કે તેણે તેની બોલિંગમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. […]

Top Stories Sports
Shivam Dube સ્પોર્ટ્સ/ શિવમ દુબેેએ ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચમાં નોંધાવ્યો શરમજનક રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી 5-0 થી ટી-20 શ્રેણી જીતી હતી. આ સાથે કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર કેપ્ટન બની ગયો છે, જેની કેપ્ટનશીપ હેઠળ ટીમે પાંચ મેચની શ્રેણીમાં વિરોધીઓને ક્લીન સ્વીપ કરી છે. પરંતુ શ્રેણીની છેલ્લી મેચ ઓલરાઉન્ડર શિવમ દુબે માટે ખાસ નહોતી કારણ કે તેણે તેની બોલિંગમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે.

જણાવી દઇએ કે, દુબેની બોલિંગમાં કીવીઓએ તાબડતોડ રન બનાવ્યા હતા. દુબેએ એક જ ઓવરમાં 34 રન લૂંટાવ્યા હતા. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ બીજી સૌથી મોંઘી ઓવર છે. તેણે આ શરમજનક રેકોર્ડ 10 મી ઓવરમાં બનાવ્યો હતો, દુબેએ સ્ટુઅર્ટ બિન્નીનો રેકોર્ડ તોડ્યો હતો. બિન્નીએ 2016 માં વિન્ડિઝ વિરુદ્ધ એક ઓવરમાં 32 રન આપ્યા હતા. પરંતુ હવે દુબે કોઈ એક ઓવરમાં આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ મેચમાં સૌથી વધુ રન લુટાવતો ભારતીય બોલર બની ગયો છે.

એક ઓવરમાં સૌથી વધુ રન લુટાવવાનો રેકોર્ડ સ્ટુઅર્ટ બ્રોડનો છે. 2007 નાં ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે એક જ ઓવરમાં સતત 6 સિક્સર સાથે બ્રોડની ઓવરમાં 36 રન ફટકાર્યા હતા. જણાવી દઇએ કે શિવમની ધોલાઈ બાદ પણ ભારતીય ટીમે મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમ કોઈ એક ઓવરમાં 30 થી વધુ રન ગુમાવ્યા હોવા છતાં વિજય નોંધાવનારી પહેલી ટીમ બની ગઇ છે. આટલું જ નહીં, તે પાંચ મેચની શ્રેણીમાં ક્લિન સ્વીપ કરનારી પ્રથમ ટીમ પણ બની ગઇ છે. રોહિત શર્મા (60*) એ માઉન્ટ મોનગનુઈ ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 163 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ટેલરની અડધી સદીની ઇનિંગ હોવા છતા લક્ષ્યને મેળવવામાં સાત રનથી મેચ હારી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.