Not Set/ ગવાસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની કરી પ્રશંસા, કહ્યું, તેઓની કેપ્ટનશી છે…

નવી દિલ્હી, યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં અત્યારસુધીમાં રમાયેલી તમામ મેચ જીતીને ટીમ ઇન્ડિયા અજેય રહી છે અને શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી છે, ત્યારે હવે ભારતના આ શાનદાર પરફોર્મન્સ અંગે ટીમના કેપ્ટન રોહિત શર્માની પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે ખુબ પ્રશંશા કરી છે. ક્લાઈવ લોઈડની જેમ કેપ્ટનશી કરી રહ્યા છે રોહિત શર્મા લીટલ માસ્ટર સુનિલ […]

Trending Sports
414768 rohit and gavaskar ગવાસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની કરી પ્રશંસા, કહ્યું, તેઓની કેપ્ટનશી છે...

નવી દિલ્હી,

યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં અત્યારસુધીમાં રમાયેલી તમામ મેચ જીતીને ટીમ ઇન્ડિયા અજેય રહી છે અને શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી છે, ત્યારે હવે ભારતના આ શાનદાર પરફોર્મન્સ અંગે ટીમના કેપ્ટન રોહિત શર્માની પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે ખુબ પ્રશંશા કરી છે.

ક્લાઈવ લોઈડની જેમ કેપ્ટનશી કરી રહ્યા છે રોહિત શર્મા

414768 rohit and gavaskar ગવાસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની કરી પ્રશંસા, કહ્યું, તેઓની કેપ્ટનશી છે...
sports-team india captain-rohit-sharma-lloyd-thing-hides-emotions-sunil-gavaskar
303029 clive lloyd gen 700 ગવાસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની કરી પ્રશંસા, કહ્યું, તેઓની કેપ્ટનશી છે...
sports-team india captain-rohit-sharma-lloyd-thing-hides-emotions-sunil-gavaskar

લીટલ માસ્ટર સુનિલ ગવાસ્કરે રોહિત શર્માની તુલના વેસ્ટ ઇન્ડીઝના મહાન કેપ્ટન ક્લાઈવ લોઈડ સાથે કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, એશિયા કપમાં કેપ્ટનશિપ કરી રહેલા હીટમેન પોતાની ભાવનાઓ પર સહેલાઈથી કાબુ મેળવી લે છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયા કપમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન રોહિત શર્માને આપવામાં આવી છે.

rohit sharma 7591 ગવાસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની કરી પ્રશંસા, કહ્યું, તેઓની કેપ્ટનશી છે...
sports-team india captain-rohit-sharma-lloyd-thing-hides-emotions-sunil-gavaskar

તેઓએ પોતાના લેખમાં જણાવ્યું હતું કે, “જયારે કોઈ ફિલ્ડર કેચ છોડે છે ત્યારે કેપ્ટન રોહિત શર્મા પોતાની ભાવનાઓ પર કાબુ રાખતા હોય છે. તેઓ આ દરમિયાન થોડું હશે અને પોતાની ફિલ્ડ પોઝીશન પર પાછા ચાલ્યા જાય છે”. રોહિતનું આ પ્રકારે કરવાથી ટીમ અસર થાય છે કે, કેચ છોડવા કે મિસ ફિલ્ડ કરનારા ખેલાડી પર કોઈ વધારાનો ભાર પડતો નથી અને માહોલ સકારાત્મક ગણાય છે”.

ગવાસ્કરે વધુમાં જણાવ્યું હતું કે, “આ જ પ્રકારે ૯૦ના દાયકામાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં થયું હતું. તેઓ વચ્ચે પરસ્પર સંબંધ ખુબ સારા રહેતા હતા”.

રોહિત શર્મા અને શિખર ધવન હાલમાં છે શાનદાર ફોર્મમાં

IMG 20180923 235747 ગવાસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની કરી પ્રશંસા, કહ્યું, તેઓની કેપ્ટનશી છે...
sports-team india captain-rohit-sharma-lloyd-thing-hides-emotions-sunil-gavaskar

લીટલ માસ્ટરે ભારતીય ટીમની ઓપનિંગ જોડી અંગે કહ્યું, “ઓપનિંગમાં રોહિત શર્મા અને શિખર ધવન હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેઓ દરેક મેચમાં ભારત માટે સારું કરી રહ્યા છે. બોલિંગની વાત કરવામાં આવે તોમ બોલરો પણ પોતાની શાનદાર રમત દાખવી રહ્યા છે”.

એશિયા કપમાં ભારતીય ટીમ રહી છે અજેય

મહત્વનું છે કે, એશિયા કપમાં અત્યારસુધીમાં રમાયેલી ચાર મેચોમાં ભારતીય ટીમ અજેય રહી છે. આ દરમિયાન ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને બેવાર ધૂળ ચટાડી છે અને ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે”.