Not Set/ સ્પોર્ટ્સ/ ટી-20 વર્લ્ડ કપ માટે આ બંન્ને ટીમો થઇ ક્વોલિફાય, જાણો કઇ ટીમનો થશે ભારત સાથે મુકાબલો

ઓમાને હોંગકોંગને ડૂ ઓર ડાઇ ક્વોલિફાયરમાં 12 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયામાં થનારી ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરી દીધુ છે, જ્યારે સ્કોટલેન્ડની ટીમ પણ યુનાઇટેડ અરબ અમીરાત (યુએઈ) ને 90 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાની ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઇ ગઇ છે. નમીબિઆ, નેધરલેન્ડ, પપુઆ ન્યૂ ગિની અને આયર્લેન્ડ પણ 2020 માં ઓમાન અને સ્કોટલેન્ડ પહેલા ટી 20 વર્લ્ડ […]

Uncategorized
Scotland vs Oman સ્પોર્ટ્સ/ ટી-20 વર્લ્ડ કપ માટે આ બંન્ને ટીમો થઇ ક્વોલિફાય, જાણો કઇ ટીમનો થશે ભારત સાથે મુકાબલો

ઓમાને હોંગકોંગને ડૂ ઓર ડાઇ ક્વોલિફાયરમાં 12 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયામાં થનારી ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરી દીધુ છે, જ્યારે સ્કોટલેન્ડની ટીમ પણ યુનાઇટેડ અરબ અમીરાત (યુએઈ) ને 90 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાની ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઇ ગઇ છે. નમીબિઆ, નેધરલેન્ડ, પપુઆ ન્યૂ ગિની અને આયર્લેન્ડ પણ 2020 માં ઓમાન અને સ્કોટલેન્ડ પહેલા ટી 20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઇ ગઇ છે અને યુએઈમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતવાની દોડમાં છે. આ સાથે સ્કોટલેન્ડ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સામનો કરી શકે છે.

ઓમાનનાં 135 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતાં હોંગકોંગની ટીમ ફાસ્ટ બોલર બિલાલ ખાન (4/23) ની તોફાની બોલિંગ સામે 18 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ હોંગકોંગનાં ટોચનાં સ્કોરર સ્કોટ મેક્ચિની (46 બોલમાં 44) એરોન અરશદ (20) ની સાથે છઠ્ઠી વિકેટ માટે 52 રન જોડ્યા. જો કે ઓમાનનાં બોલરોએ ધૈર્ય રાખ્યો હતો અને હોંગકોંગને નવ વિકેટે 122 નાં સ્કોર પર રોકી દીધુ હતુ. આ પહેલા ઓમાનની ટીમે પણ શરૂઆત નબળી કરી હતી. ટીમ નવ ઓવરમાં 42 રનમાં છ વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ હતી. ઓપનર જતિન્દર સિંઘ (અણનમ 67, સાત ચોક્કા અને એક છક્કા) સિવાય પૂંછડીયા બેટ્સમેન આમિર કલીમ (17) અને નસીમ ખુશી (નવ બોલમાં 26) એ શાનદાર ઇનિંગ રમીને ટીમને પડકારજનક સ્કોર સુધી પહોંચાડ્યો. બીજી તરફ સ્કોટલેન્ડે જ્યોર્જ મુન્સેની 65 રનની ઇનિંગનાં કારણે 198 રન બનાવ્યા હતા, જેના જવાબમાં યુએઈની ટીમ 18.3 ઓવરમાં 108 રનમાં ઢેર થઇ ગઇ હતી.

સ્કોટલેન્ડ તરફથી માર્ક વોટ અને સાફયાન શરીફે ત્રણ વિકેટ ઝડપી હતી. સ્કોટલેન્ડની ટીમે સાત ટીમોનાં ગ્રુપમાં સંઘર્ષ કર્યો હતો જેમા ટીમ ચોથા સ્થાને રહી હતી. અગાઉ, ભ્રષ્ટાચારની તપાસમાં ચાર ખેલાડીઓનાં સસ્પેન્શનથી નબળી પડી ગયેલી યુએઈની ટીમ, નબળા નેટ રન રેટને કારણે તેમનાં ગ્રુપમાં ત્રીજા સ્થાને રહેતા થોડા અંતરથી વર્લ્ડ કપમાં સ્વતઃ ક્વોલિફાય કરવામાં ચુક ખાઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.