Not Set/ આવતીકાલથી શરુ થશે દુનિયાની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ IPL-૧૧નો પ્રારંભ, ધોની-રોહિત હશે આમને-સામને

મુંબઈ, દુનિયાભરમાં ક્રિકેટની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સિઝન ૧૧નો શનિવાથી પ્રારંભ થઇ રહ્યો છે. IPL-૧૧નો રંગારંગના કાર્યક્રમ તેમજ બોલીવુડના જાણીતા કલાકારોના પ્રદર્શન સાથે પ્રારંભ થશે. શનિવાથી શરુ થઇ રહેલી IPL-૧૧ના પ્રથમ મુકાબલામાં બે વર્ષના પ્રતિબંધ બાદ ટુર્નામેન્ટમાં પછી ફરી રહેલી અને બે વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો ગત ચેમ્પિયન ટીમ […]

Sports
fgjj આવતીકાલથી શરુ થશે દુનિયાની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ IPL-૧૧નો પ્રારંભ, ધોની-રોહિત હશે આમને-સામને

મુંબઈ,

દુનિયાભરમાં ક્રિકેટની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સિઝન ૧૧નો શનિવાથી પ્રારંભ થઇ રહ્યો છે. IPL-૧૧નો રંગારંગના કાર્યક્રમ તેમજ બોલીવુડના જાણીતા કલાકારોના પ્રદર્શન સાથે પ્રારંભ થશે.

શનિવાથી શરુ થઇ રહેલી IPL-૧૧ના પ્રથમ મુકાબલામાં બે વર્ષના પ્રતિબંધ બાદ ટુર્નામેન્ટમાં પછી ફરી રહેલી અને બે વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો ગત ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. પ્રથમ મુકાબલમાં ભારતીય ક્રિકેટ ટીમના બે ધુરંધર ખેલાડી એમ એસ ધોની અને રોહિત શર્માની નેતૃત્વ હેઠળની બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે ત્યારે આ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો આવવાની પણ સંભાવના છે.

ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીના નેતૃત્વ હેઠળની સીએસકેની ટીમમાં ઓફ સ્પિનર હરભજન સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં તેઓ IPLની ટુર્નામેન્ટમાં ૧૦ વર્ષ પછી મુંબઈની ટીમનો હિસ્સો નથી.

બીજી બાજુ કેપ્ટન રોહિત શર્મા પર મુંબઈની ટીમ નિર્ભર રહેતી જોવા મળી રહી છે, પરંતુ હાલ સુધી તેઓના બેટિંગ ક્રમ અંગે કોઈ ખુલાસો થયો નથી. આ પહેલા પણ રોહિત શર્મા સાબિત કરી ચુક્યો છે કે, તેને માર્યાદિત ઓવરના ફોર્મેટમાં કોઈ રોકી શકતું નથી. ત્યારે રોહિત શર્મા લીગની પ્રથમ મેચમાં પણ પોતાની ટીમનો આત્મવિશ્વાસ વધારવા માટે એક મોટી ઇનિંગ્સ રમવાનો પ્રયાસ કરશે.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમની વાત કરવામાં આવે તો. આ ટીમમાં કેરેબિયન સ્ફોટક ઓપનર એલ્વિન લુઇસ, કાઈરોન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ, સિદ્ધેશ લાડ જયારે ડેથ ઓવરમાં ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ટીમના હેડ કોચ મહેલા જયવર્ધને ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તાફિજુર રહેમાન અને બુમરાહને મદદ કરવાનો પ્રયાસ કરશે.

જયારે બે વર્ષના પ્રતિબંધ બાદ IPLમાં પાછી ફરી રહેલી ચેન્નઈની ટીમ ખુબ બેલેન્સ જોવામાં આવી રહી છે. ચેન્નઈની ટીમમાં કેપ્ટન એમ એસ ધોનીની સાથે સુરેશ રૈના, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવો, મુરલી વિજય, કેદાર જાધવ, આફ્રિકન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, સેમ બિલિન્ગ્સ તેમજ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન જેવા અનુભવી ખેલાડીઓ શામેલ છે.