Not Set/ શ્રીલંકા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડના પિતા અને બે ભાઇઓ અથડામણમાં ઠાર

કોલંબો, શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટો બાદ શ્રીલંકન સુરક્ષાદળોએ આ માટે જવાબદાર આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે આતંકી ઠેકાણો પર દરોડા પાડી રહી છે અને આતંકી સહિતના ઠેકાણાઓનો પણ ખાત્મો બોલાવી રહી છે ત્યારે બે દિવસ પહેલા સુરક્ષાદળોએ શ્રીલંકા વિસ્ફોટના સંદિગ્ધ માસ્ટરમાઇન્ડના ઘરને ઉડાવી દીધું હતું જેમાં સંદિગ્ધ હુમલાખોરના પિતા અને બે ભાઇઓ ઠાર થયા છે. પોલિસ […]

World
Gun battle શ્રીલંકા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડના પિતા અને બે ભાઇઓ અથડામણમાં ઠાર

કોલંબો,

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટો બાદ શ્રીલંકન સુરક્ષાદળોએ આ માટે જવાબદાર આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે આતંકી ઠેકાણો પર દરોડા પાડી રહી છે અને આતંકી સહિતના ઠેકાણાઓનો પણ ખાત્મો બોલાવી રહી છે ત્યારે બે દિવસ પહેલા સુરક્ષાદળોએ શ્રીલંકા વિસ્ફોટના સંદિગ્ધ માસ્ટરમાઇન્ડના ઘરને ઉડાવી દીધું હતું જેમાં સંદિગ્ધ હુમલાખોરના પિતા અને બે ભાઇઓ ઠાર થયા છે.

પોલિસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત શુક્રવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં કુલ 15 લોકો માર્યા ગયા હતા જેમાં શ્રીલંકા બ્લાસ્ટના સંદિગ્ધ હુમલાખોરના પિતા મોહમ્મદ હાશિમ અને બે ભાઇઓ ઝેઇની હાશિમ અને રિલવાન હાશિમના મોત થયા છે.

કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરતો થયો હતો જેમાં સંદિગ્ધ હુમલાખોરના પિતા અને બે ભાઇઓ તેના સમર્થકોને શહિદી વ્હોરવા ઉપરાંત નાસ્તિકોના મોતને અંજામ આપવાનો સંદેશો આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો તેવુ પોલિસ સૂત્રોએ જણાવ્યું હતું.

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટ બાદથી સંપૂર્ણ દેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ હાઇ એલર્ટ બાદ હુમલા માટે જવાબદારી ઇસ્માલિક ટેરર ગ્રૂપ અને આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે સંપૂર્ણ દેશમાં કુલ 10,000 સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.