ગાલેમાં બીજી ટેસ્ટનાં અંતિમ દિવસે શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને 164 રનથી હરાવ્યું છે. આ સાથે શ્રીલંકાએ બે મેચની સીરીઝમાં મહેમાન ટીમને ક્લીન સ્વીપ કરી લીધી છે. મેચનાં અંતિમ દિવસે શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 297 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં કેરેબિયન ટીમ 132નાં સ્કોર પર ઢળી પડી હતી. ટીમનાં શાનદાર પ્રદર્શન બાદ હવે WTC પોઈન્ટ ટેબલમાં તે ટોપ પર યથાવત છે.
Sri Lanka win!
Both Lasith Embuldeniya and Ramesh Mendis claim five-wicket hauls 👏#WTC23 | #SLvWI | https://t.co/KfM0hJXMqf pic.twitter.com/XfUTTubFmA
— ICC (@ICC) December 3, 2021
આ પણ વાંચો – IND Vs NZ / શરૂઆતી ઝટકા બાદ મયંક અગ્રવાલે સંભાળી ઇનિંગ, ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં
મિડલ ઓર્ડર બેટ્સમેન ધનંજય ડી સિલ્વાની અણનમ સદી સાથે વેસ્ટ ઈન્ડિઝ સામે મુશ્કેલ લક્ષ્ય રાખનાર શ્રીલંકાએ લસિથ ઈમ્બુલદેનિયા અને રમેશ મેન્ડિસની પાંચ-પાંચ વિકેટની મદદથી શુક્રવારે આ બીજી ટેસ્ટ મેચમાં 164 રનથી જીત નોંધાવી બે મેચની સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યુ છે. મેન ઓફ ધ મેચ ડી સિલ્વાએ અણનમ 155 રન બનાવ્યા જે પછી શ્રીલંકાએ તેની બીજી ઇનિંગ નવ વિકેટે 345 રન પર ડિકલેર કરી અને વેસ્ટ ઈન્ડિઝને 297 રનનો લક્ષ્યાંક આપ્યો. એક સમયે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટે 65 રન હતો પરંતુ અંતે તેની ટીમ 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝનાં માત્ર ચાર બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચ્યા, જેમાં એનક્રુમા બોનરે 44 અને ગેરી બ્લેકવુડે 36 રન બનાવ્યા હતા. ડાબોડી સ્પિનર ઈમ્બુલદેનિયાએ 35 રનમાં પાંચ વિકેટ અને ઓફ સ્પિનર મેન્ડિસે 65 રનમાં પાંચ વિકેટ લીધી હતી. મેન્ડિસે પ્રથમ ઇનિંગમાં 70 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે મેચમાં 11 વિકેટ ઝડપી હતી. તેને સીરીઝનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગમાં પણ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શકી ન હોતી. એક સમયે તેનો સ્કોર બે વિકેટે 166 રન હતો પરંતુ તેની આખી ટીમ 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેણે 49 રનની લીડ મેળવી હતી. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં 204 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 187 રને જીતી લીધી હતી. આ સીરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હતી જેમાં શ્રીલંકાએ 24 પોઈન્ટ મેળવ્યા હતા.
Sri Lanka sit comfortably on 🔝
The ICC World Test Championship points table after the second #SLvWI Test 👇 pic.twitter.com/8uGXBVTzin
— ICC (@ICC) December 3, 2021
આ પણ વાંચો – IPL 2022 / મુંબઈને બાય-બાય કહેતા હાર્દિક પંડ્યાએ કરી Emotional પોસ્ટ, જોઇને તમારી આંખોમાં પણ આવી જશે આસું
બે મેચની આ સીરીઝમાં સ્પિનરોનો દબદબો રહ્યો હતો અને સ્પિનરોનાં ખાતામાં કુલ 67 વિકેટ આવી હતી. બે મેચની ટેસ્ટ સીરીઝમાં સ્પિનરો દ્વારા લેવામાં આવેલી આ સૌથી વધુ વિકેટ છે. આ પહેલા 2016માં બાંગ્લાદેશ વિરુદ્ધ ઈંગ્લેન્ડ સીરીઝમાં સ્પિનરોએ બે મેચમાં 62 વિકેટ ઝડપી હતી. બીજી ટેસ્ટમાં, સ્પિનરોએ 39માંથી 36 વિકેટ લીધી જે ટેસ્ટમાં સ્પિનરો દ્વારા લેવામાં આવેલી ચોથી સૌથી વધુ વિકેટ છે.
