આર્થિક સંકટ/ શ્રીલંકાની આર્થિક સ્થિતિ સ્ફોટક,જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત,જાણો સમગ્ર વિગત

શ્રીલંકામાં આ દિવસોમાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે. દેશમાં દૂધ, દવાઓ, પાણી, ફળો, શાકભાજી સહિતની આવશ્યક ચીજોની અછત સર્જાઈ છે.

Top Stories World
shrilanka શ્રીલંકાની આર્થિક સ્થિતિ સ્ફોટક,જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત,જાણો સમગ્ર વિગત

શ્રીલંકામાં આ દિવસોમાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે. દેશમાં દૂધ, દવાઓ, પાણી, ફળો, શાકભાજી સહિતની આવશ્યક ચીજોની અછત સર્જાઈ છે. રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને છે. હાલત એ છે કે દવા, દૂધ અને પાણીની સમસ્યા સર્જાઈ છે. સ્થિતિ એવી છે કે દેશમાં ચાની ચુસ્કી લેવા માટે 80 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. જીવનની સૌથી મોટી જરૂરિયાત પીવાનું પાણી ખૂબ મોંઘું થઈ ગયું છે.

2019થી શરૂ થયેલું આર્થિક સંકટ હવે એ હદે પહોંચી ગયું છે કે આખો દેશ નાદારીની આરે છે. જેના કારણે શ્રીલંકાના લોકો પરેશાન છે. પાયાની બાબતોની પૂર્તિ માટે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુપર માર્કેટ ખાલી છે. બાળકો માટે દૂધ નથી, ઈંડા નથી, પીવાનું પાણી નથી.

કોલંબોના રહેવાસી જોસેફે  જણાવ્યું કે અહીં રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. મધ્યમ વર્ગીય પરિવાર માટે જીવવું મુશ્કેલ છે. ઈતિહાસમાં અગાઉ ક્યારેય એવું બન્યું નથી જે અત્યારે થઈ રહ્યું છે. ડીઝલ-પેટ્રોલની સ્થિતિ એવી છે કે સરકારે પેટ્રોલ પંપ પર ફોજ ઊભી કરવી પડી છે. કોલંબોના પેટ્રોલ પંપ પર લોકો બે દિવસથી કતાર લગાવીને બેઠા છે કે તેઓને પૂરતું તેલ મળશે.

રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. દેશભરમાં લોકોના દેખાવો ચાલી રહ્યા છે. લોકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, શ્રીલંકાના વિરોધ પક્ષોની બેઠક સતત ચાલુ છે. વિપક્ષે નાગરિક સમાજની સાથે રાજપક્ષે સરકાર વિરુદ્ધ 3 એપ્રિલે દેશભરમાં વિશાળ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.