Not Set/ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આત્મહત્યાના પ્રયાસ કરનાર યુવતીને સમજાવી,જાણો વિગત

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના નિર્ણય અને તેમના કામથી રાજ્યમાં લોકપ્રિય છે, તે સતત કોઇપણ કામ પુરી નિષ્ઠાથી કરે છે અને તેનું પરિણામ હકારાત્મક જોવા મળે છે

Top Stories Gujarat
15 રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આત્મહત્યાના પ્રયાસ કરનાર યુવતીને સમજાવી,જાણો વિગત

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના નિર્ણય અને તેમના કામથી રાજ્યમાં લોકપ્રિય છે, તે સતત કોઇપણ કામ પુરી નિષ્ઠાથી કરે છે અને તેનું પરિણામ હકારાત્મક જોવા મળે છે,આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી રસ્તા પર કોઈ કારણસર લોકોની ભીડ જોઈને પોતાનો કાફલો અટકાવી દેતા હોય તેની ઘટના સુરતમાં બની છે. શહેરના પાલ-ઉમરા બ્રિજ પર આ ઘટના બની હતી. આપઘાત કરવા જઈ રહેલી યુવતીને લોકોએ બચાવી લીધા બાદ ભારે ભીડ જોઈને હર્ષ સંઘવીએ કાફલો અટકાવી દીધો હતો અને યુવતીને 5 મિનિટ સુધી સમજાવી હતી અને આત્મહત્યા ન કરવા કહ્યું હતું.

ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરત આવ્યા હતા ત્યારે મોડી રાત્રે પોતાના નિવાસ સ્થાનેથી અડાજણ વિસ્તારના એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. દરમિયાન પાલ-ઉમરા બ્રિજ પર એક યુવતી આત્મહત્યા કરવા ગઇ હતી. જોકે યુવતી સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવતીને આપઘાત કરતાં બચાવી લીધી હતી.આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પસાર થતા પોતાનો કાફલો અટકાવી તાત્કાલિક આ યુવતી પાસે પહોંચી ગયા હતા અને યુવતી આપઘાત કરવા ત્યાં આવી છે તેને લઈને તેની પૂછપરછ બાદ તેને સમજાવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રીએ આ યુવતીને પોલીસ સાથે મોકલી તેની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરાવી હતી,અને તેનેઆશ્વાસન અને હિંમ્મત આપી હતી. હેમખેમ ઘરે મોકલવાના આદેશ પણ આપ્યા હતા.