સંબોધન/ RSSના વડા મોહન ભાગવતે કાશ્મીરના હિન્દુઓને સંબોધિત કર્યા,જાણો શું કહ્યું…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે નવરાત્રી મહોત્સવ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાશ્મીરી હિન્દુ સમુદાયને સંબોધન કર્યું હતું.

Top Stories India
14 RSSના વડા મોહન ભાગવતે કાશ્મીરના હિન્દુઓને સંબોધિત કર્યા,જાણો શું કહ્યું...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવતે રવિવારે નવરાત્રી મહોત્સવ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાશ્મીરી હિન્દુ સમુદાયને સંબોધન કર્યું હતું. જમ્મુમાં સંજીવની શારદા કેન્દ્ર દ્વારા 1 થી 3 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રીજા દિવસે સરસંઘચાલે કાશ્મીર હિન્દુ સમુદાયને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાશ્મીરી હિન્દુ સમુદાયને આ શુભ તહેવાર પર તેમના વતન પરત ફરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે હવે સંકલ્પ પૂરો કરવાનો સમય નજીક છે. આ વખતે તમારે તમારા વતનમાં એવી રીતે જીવવાનું છે કે ફરી કોઈ બરબાદ ન થાય.

તેમણે વધુમાં કહ્યું કે  રાજા લલિતાદિત્યના ઈતિહાસની વિગતવાર ચર્ચા કરી. સાથે જ તેમણે ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે ધીરે ધીરે સત્ય દેશની સામે આવી રહ્યું છે. આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. પરંતુ, સામાન્ય લોકો કાશ્મીરી હિંદુઓની પીડાને સમજી રહ્યા છે અને તેમને કાશ્મીરી હિંદુઓ પ્રત્યે સહાનુભૂતિ છે.