શસ્ત્રપૂજા/ વિજ્યાદસમી નિમિત્તે સુરતમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્રપૂજા કરી,કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

ધાર્મિક પરંપરા મુજબ પોલીસ હેડ કવાર્ટરમાં શસ્ત્ર પૂજાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો છે

Top Stories Gujarat
11 5 વિજ્યાદસમી નિમિત્તે સુરતમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્રપૂજા કરી,કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો
  • સુરત શસ્ત્રપૂજામાં હર્ષ સંઘવીએ આપી હાજરી
  • સુરતમાં વિજયાદશમીએ શસ્ત્રપૂજન કાર્યક્રમ
  • સુરત પોલીસ હેડકવાર્ટરમાં યોજાયો કાર્યક્રમ
  • રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાયા
  • શાસ્ત્રોકત વિધિ અનુસાર કરાઇ શસ્ત્રપૂજા

બુરાઈ પર અચ્છાઈની જીત સમાન આજે વિજ્યા દશમીનો પર્વ દેશ ભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ વિજ્યા દશમીના આ પર્વની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મહત્વનું છે કે આ દિવસે શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ મનાતું હોય છે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્રની પૂજા કરી હતી

ઉલ્લેખનીય છે કે  આજે વિજયાદસમી નિમિત્તે સુરતમાં શસ્ત્ર પૂજાનો એક કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો છે, ધાર્મિક પરંપરા મુજબ પોલીસ હેડ કવાર્ટરમાં શસ્ત્ર પૂજાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો છે. આ શસ્ત્ર પૂજામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામેલ થયા છે, અને શસ્ત્રની પૂજા કરી હતી.શાસ્ત્રોકત વિધિ અનુસાર શસ્ત્રની પૂજા કરાઇ હતી. પૂજા વિધિ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.ખેડા જિલ્લાના ઉઢેલા ગામમમાં જે ઘટના ઘટી હતી અને અસમાજિક તત્વો દ્વારા જે રીતે શાંતિ ડોહલાવવાનો પ્રાયસ કરવામાં આવી રહ્યો છે જે અંતગર્ત ગૃહમંત્રીએ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.