BJP/ સંગઠનાત્મક સંકલન મામલે મંતવ્ય ન્યૂઝ પર પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું ‘મંતવ્ય’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશનું માળખું જાહેર કરાયું છે. સત્તાવાર આજે ભાજપ પ્રદેશ ઉપ્રમુખ , મહામંત્રી , મંત્રી સહિત કુલ મળી 22 જેટલા સભ્યોની જાહેરાત સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ટીમ જાહેર કરી દેવાઈ છે. 

Top Stories Gujarat
patil 1 સંગઠનાત્મક સંકલન મામલે મંતવ્ય ન્યૂઝ પર પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું 'મંતવ્ય'

@ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ – સુરત…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશનું માળખું જાહેર કરાયું છે. સત્તાવાર આજે ભાજપ પ્રદેશ ઉપ્રમુખ , મહામંત્રી , મંત્રી સહિત કુલ મળી 22 જેટલા સભ્યોની જાહેરાત સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ટીમ જાહેર કરી દેવાઈ છે.

જાહેર કરવામા આવેલી ટીમમાં 7 પ્રદેશ ઉપ્રમુખ અને 5 પ્રદેશ મહામંત્રીની નિમણુક અને જાહેરાત કરાઈ છે. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ માટે આ જાહેરાત ખુબજ મહત્વની માનવામાં આવે છે.ત્યારે પ્રદેશ ભાજપની નવી ટીમને લઈ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે આવનારા સમયમાં ભાજપ માટે ખુબજ મજબૂત સંગઠન બની રહેશે. સાથે જાહેર કરાયેલા તમામ સભ્યોને તેમની લાયકાત અને આવડત અનુસાર કામગીરી સોપવામાં આવશે. એટલેકે કોઈ પણ ઉપ્રમુખ કે મંત્રીને ઝોન વાઇઝ કોઈ કામગીરી સોંપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, જે સંગઠનની જાહેરાત થઈ તેમાં સ્પષ્ટ ચોખવટ નથી કરવામાં આવી કે કયા મંત્રી ને કયા ક્ષેત્રમાં કામગીરી અને  જવાબદારી રહેશે.

આવો જોઇએ આ વીડિયો અહેવાલમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મંતવ્ય ન્યૂઝ સાથે કરેલી ખાસ વાતચીત 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…