GST Tax Evasion/ રાજ્યના ગેમઝોનોએ કરી છે કરોડોની કરચોરી, જીએસટી વિભાગ હરકતમાં

જીએસટી (GST) વિભાગને હવે ખબર પડી છે કે આ ગેમ ઝોન જીએસટી તો ભરતા નથી. જ્યારે વાસ્તવમાં ગેમ ઝોનની વક પર 18 ટકાનો દર લાગે છે. રાજ્યના ગેમિંગ ઝોનનું ટેક્સ ભર્યા વગરનું ટર્નઓવર 100થી 150 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 2024 05 29T153501.243 રાજ્યના ગેમઝોનોએ કરી છે કરોડોની કરચોરી, જીએસટી વિભાગ હરકતમાં

Ahmedabad News: રાજ્યમાં રાજકોટમાં ગેમિંગ ઝોનના અગ્નિકાંડમાં 28ની લાશ પડ્યા પછી તંત્રના એક પછી એક વિભાગો જાગી રહ્યા છે અને છેલ્લે છેલ્લે જીએસટી વિભાગ પણ જાગ્યું છે. જીએસટી (GST) વિભાગને હવે ખબર પડી છે કે આ ગેમ ઝોન જીએસટી તો ભરતા નથી. જ્યારે વાસ્તવમાં ગેમ ઝોનની વક પર 18 ટકાનો દર લાગે છે. રાજ્યના ગેમિંગ ઝોનનું ટેક્સ ભર્યા વગરનું ટર્નઓવર 100થી 150 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

કેટલાક ગેમ ઝોન તો વેકેશનમાં શનિ-રવિમાં જ એક જ દિવસમાં 14થી 15 લાખનો આંકડો વટાવી જાય છે. ગેમ ઝોનની સાથે-સાથે ચાલતા ફૂડ સ્ટોલમાં પણ આ જ પ્રકારની જીએસટી ચોરી થઈ રહી છે. જીએસટી વિભાગના રાજ્ય સ્તરના ધિકારે જમાવ્યું હતું કે ગેમ ઝોનમાં એન્ટ્રી સિવાય ગેમ રમવા માટે જે કાર્ડ પાય છે તેનું પેમેન્ટ ઓનલાઇન વસૂલાય છે. તેથી તે રકમ કયા ખાતામાં જાય છે તેની તપાસ કરાશે. કાર્ડના રૂપિયા કયા ખાતામાં જાય છે ગેમ ઝોનમાં લોકો પેમેન્ટ કરે એટલે તેમને કાર્ડ અપાય છે. અઢી હજારનો કાર્ડ હોય તો 3 હજાર સુધીની વિવિધ ગેમ રમવા મળે છે. અધિકારીઓ કહે છે કે તપાસ એ દિશામાં પણ કરાશે કે આ કાર્ડનું પેમેન્ટ કયા ખાતામાં થાય છે.

આ સાથે જેનું જીએસટી રજિસ્ટ્રેશન નહીં હોય તેની પાસેથી 100 ટકા પેનલ્ટી વસૂલાશે. રાજ્યમાં 150થી વધુ ગેમ ઝોન છે, તેમા મોટાભાગના 20 લાખથી વધુનું ટર્નઓવર ધરાવે છે. કેટલાય ગેમ ઝોન પાસે પાલિકાનું બીયું ન હોવાથી જીએસટી રજિસ્ટ્રેશન જ થતું નથી. અમદાવાદમાં 35, સુરતમાં 16, વડોદરામાં 15, રાજકોટમાં 15 જેટલા ગેમ ઝોન હોવાનું કહેવાય છે. જીએસટી વિભાગ તેને ચેક કરીને અંદાજિત આવક કાઢશે, વિભાગ જે તે ગેમ ઝોનની દિવસની અને ખાસ કરીને શનિ-રવિની આવકના આધારે પ્રતિ દિવસ અને તેના આધારે વાર્ષિક આવક કાઢીને ટેક્સ તથા પેનલ્ટી વસૂલશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિયોદર રામાપીર મંદિરમાં જમાઈએ સાસુની હત્યા કરી, તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો

આ પણ વાંચો: ફાયર એનઓસી ન હોવાથી રાજકોટના 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ

આ પણ વાંચો: જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નથી ફાયર NOC, રાજકોટ અગ્નિકાંડના પડઘા

આ પણ વાંચો: રાજકોટમાં TRP ગેમઝોન આગકાંડમાં વધુ એક આરોપીની કરાઈ ધરપકડ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું