Not Set/ સૌથી મોટી ડુંગળી ચોરી..?/ 22 લાખની કિંમતના 40 ટન ડુંગળી ભરેલી ટ્રક નાસિકથી ગાયબ

ડુંગળીના ભાવમાં થયેલા વધારાને કારણે હવે તેની ચોરી શરૂ થઈ ગઈ છે. નાસિકના એક ઉદ્યોગપતિએ ગુરુવારે દાવો કર્યો હતો કે નાસિકથી ગોરખપુર જતા 22 લાખ રૂપિયાની 40 ટન ડુંગળીથી ભરેલી ટ્રક મધ્યપ્રદેશના શિવપુરીથી ગાયબ છે. આ ટ્રક 11 નવેમ્બરના રોજ નાસિકથી ગઈ હતી અને 22 નવેમ્બરના રોજ ગોરખપુર પહોંચવાની હતી, પરંતુ તે આજ દિન સુધી […]

Uncategorized

ડુંગળીના ભાવમાં થયેલા વધારાને કારણે હવે તેની ચોરી શરૂ થઈ ગઈ છે. નાસિકના એક ઉદ્યોગપતિએ ગુરુવારે દાવો કર્યો હતો કે નાસિકથી ગોરખપુર જતા 22 લાખ રૂપિયાની 40 ટન ડુંગળીથી ભરેલી ટ્રક મધ્યપ્રદેશના શિવપુરીથી ગાયબ છે. આ ટ્રક 11 નવેમ્બરના રોજ નાસિકથી ગઈ હતી અને 22 નવેમ્બરના રોજ ગોરખપુર પહોંચવાની હતી, પરંતુ તે આજ દિન સુધી પહોંચી ન હતી.

ઉદ્યોગપતિએ આ મામલે તપાસ કરવા શિવપુરીના એસપીને અપીલ કરી છે. એસપીએ માહિતી આપી હતી કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ખાલી ટ્રક તેંડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉભી મળી આવી છે.

ડુંગળીનો માલ મોકલનારા પ્રેમચંદ શુક્લાએ જણાવ્યું હતું કે આ ટ્રક 11 નવેમ્બરે નાસિકથી નીકળી હતી અને 22 નવેમ્બરે ગોરખપુર પહોંચવાની હતી પરંતુ તે તેના લક્ષ્યસ્થાન પર પહોંચી શકી ન હતી. આ અંગે શુક્લાએ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરી હતી. મધ્યપ્રદેશમાં ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઇ રહી છે.

પોલીસ અધિક્ષકએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે આ મામલે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.