Stock Markets/ શેરબજારની મિશ્ર વલણ સાથે શરૂઆત, સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યો

નિષ્ણાંતોનું માનવું છે કે રોકાણકારોએ આ અઠવાડિયે વેપારમાં થોડી સાવધાની રાખવી પડશે. ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

Top Stories Business
મૃત્યુદરમાં થશે ઘટાડો 53 શેરબજારની મિશ્ર વલણ સાથે શરૂઆત, સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યો

આજે સ્થાનિક શેરબજારની શરૂઆત મિશ્ર વલણ સાથે જોવા મળી છે. બેંક નિફ્ટીએ 300 પોઈન્ટની મજબૂતી સાથે શરૂઆત કરી છે. નિફ્ટી આજે રેડ નિશાનમાં ખુલ્યો છે.  સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર 100.03 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 69,925 પર ખુલ્યું હતું. NSEનો નિફ્ટી 4.10 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 20,965 પર ખુલ્યો હતો.

શેરબજારની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ 111 પોઈન્ટ અથવા 0.16 ટકાના ઉછાળા સાથે 69936 ના સ્તર પર દેખાઈ રહ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 2.40 પોઈન્ટના મામૂલી વધારા સાથે 20971 ના સ્તર પર રહ્યો.

ઓપનિંગ સમયે, સેન્સેક્સના 30માંથી 14 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 16 શેરો એવા છે જે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. સેન્સેક્સના ટોચના લાભકર્તાઓમાં ઇન્ડસઇન્ડ બેન્ક 1.47 ટકા અને HCL ટેકમાં 1.19 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.81 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.67 ટકા ઉપર છે.

બેન્ક નિફ્ટીએ લગભગ 300 પોઈન્ટના વધારા સાથે શરૂઆત કરી અને 47,487.60 સુધીની ઊંચી સપાટીએ ગયો. આજે બજારને બેન્ક નિફ્ટી તરફથી મજબૂત ટેકો મળી રહ્યો છે કારણ કે તેના તમામ 12 શેરમાં તેજીનું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.

આજે સોનાનો ભાવ 61,617 રૂ. અને ચાંદીમાં 72,329 રૂ.નો ભાવ જોવા મળ્યો.

રોકાણકારોએ આ અઠવાડિયે વેપારમાં થોડી સાવધાની રાખવી પડશે. ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. હવે નિષ્ણાંતોનું માનવું છે કે નિફ્ટી સરળતાથી 21,000 પાર કરી શકે છે. તેમજ આવતા સપ્તાહે બજારમાં વધુ ઉથલપાથલ નહીં થાય. આગામી સમયમાં ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડિયા શેલ્ટર, ઉપરાંત પ્રેસ્ટોનિક, એસજે લોજિસ્ટિક્સ, શ્રી ઓએસએફએમ ઈ-મોબિલિટી અને સિયારામ રિસાયક્લિંગના આઈપીઓના લીધે બજારનું વલણ સકારાત્મક જોવા મળી શકે.

હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ નરમાઈના સંકેત દેખાઈ રહ્યા છે. ડિસેમ્બરમાં અત્યાર સુધી FIIનો પ્રવાહ રૂ. 10,900 કરોડની આસપાસ રહ્યો છે. આ કારણે ભારતીય બજારો સતત નવા રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે. વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી હજુ પણ ચાલુ રહી શકે છે.