Not Set/ વિદેશ મોકલતા બોગસ એજન્ટો વિરુદ્ધ કડક કાર્યવાહી, કબૂતરબાજીનો કરોડો રૂપિયાનો વેપલો

US – મેક્સિકો બોર્ડર પર ગેરકાયદેસર ઘૂસણખોરીનો મામલામા ક્રાઇમબ્રાન્ચે આગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી. બોગસ પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ બનાવી લોકોને વિદેશ મોકલતા હતા.

Ahmedabad Gujarat
ઘૂસણખોરી US - મેક્સિકો બોર્ડર પર ગેરકાયદેસર ઘૂસણખોરી નો મામલામા ક્રાઇમબ્રાન્ચે આગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી. બોગસ પાસપોર્ટ

થોડા દિવસ પહેલા કેનેડા – અમેરિકા બોર્ડર પર ગુજરાતી પરિવારના મોતની ઘટના બાદ ગુજરાત પોલીસે ગેરકયદે વિદેશ મોકલનાર કબૂતરબાજો સામે લાલ આંખ કરી છે. અને કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરાઈ રહી છે. આ મામલે ઝડપાયેલા હરેશ પટેલના ઘરે તપાસ કરવામાં આવતા મોટી સંખ્યામાં બોગસ દસ્તાવેજો મળી આવ્યા છે

અમેરીકા – મેક્સિકો બોર્ડર પર ગેરકાયદેસર ઘૂસણખોરી મામલે ક્રાઇમબ્રાન્ચે આગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચને મહેસાણાના એન્જટ હરેશ પટેલના ઘરે સર્ચ દરમિયાન બોગસ આધાર કાર્ડ,ઈલેક્શન કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજ મળી આવ્યા હતા. ક્રાઇમબ્રાન્ચએ એજન્ટ હરેશ પટેલના ઘરેથી 78 પાસપોર્ટ જપ્ત કર્યા હતા.

આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકાના આધારે હાલ ક્રાઈમ બ્રાન્ચે 44 આધાર કાર્ડ ,13 ઈલેક્શન કાર્ડ,23 પાનકાર્ડ, સહિત દસ્તાવેજ જપ્ત કર્યા છે. નોંધનીય છએ કે, ક્રાઇમબ્રાન્ચએ મેકલા નામથી ઓપરેશન શરૂ કર્યું છે. ઓપરેશન મેકલા દ્વારા બોગસ વિદેશ મોકલતા એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

US – મેક્સિકો બોર્ડર પર ગેરકાયદેસર ઘૂસણખોરી નો મામલામા ક્રાઇમબ્રાન્ચે આગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી. બોગસ પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ બનાવી લોકો ને વિદેશ મોકલતા હતા. એન્જટ હરેશ પટેલની તપાસમાં વધુ બોગસ પાસપોર્ટ મળી આવ્યા છે.  હરેશ પટેલના ઘરે સર્ચ દરમિયાન બોગસ આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, પાન કાર્ડ સહિતના દસસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા. સર્ચ દરમિયાન મોટી સંખ્યા માં બોગસ દસ્તાવેજ મળી આવ્યા હતા.

ક્રાઇમબ્રાન્ચએ એજન્ટ હરેશ પટેલના ઘરેથી  78 પાસપોર્ટ કબ્જે કર્યા હતા. તો સાથે 44 આધાર કાર્ડ, 13 ઈલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ, સહિત દસ્તાવેજ જપ્ત કર્યા હતા. અલગ અલગ બેંકોના ખોટા રબર સ્ટેમ્પ ક્રાઇમબ્રાન્ચએ કબ્જે કર્યા હતા. તપાસ માં અત્યાર સુધી 30 જેટલા લોકોને મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. દરેક ફેમિલી દીઠ 60 લાખ થી 90 સુધી ની રકમ પણ વસુલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમબ્રાન્ચ એ ઓપરેશન મેકલા નામ થી ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન મેકલા દ્વારા બોગસ વિદેશ મોકલતા એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને US જવું હોવાથી તેમણે હરેશ પટેલ અને હાર્દિક પટેલનો સંપર્ક કર્યો હતો. રાજુ અને શિલ્પા બંને સિંગલ હોવાથી અમેરિકા જવા માટે ફેમિલી ગ્રુપ તરીકે વિઝા પ્રોસિજર કરવા માટે તેમના ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી રાજુને રાજેન્દ્ર પટેલ અને શિલ્પાને રાજેન્દ્ર પટેલનાં પત્ની કામિની પટેલના નામે ખોટા પાસપોર્ટ બનાવી ખોટો પરિવાર બતાવ્યો હતો.અને તેના આધારે બંનેને નાઈજીરિયાના વિઝા માટે દિલ્હી લઈ જઈ વિઝા એપ્લાય કરાવ્યા હતા. જે બાદ નાઈજીરિયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવીને યુએસ-મેક્સિકો બોર્ડરથી યુએસ રેફ્યુજી કેમ્પમાં મોકલી હંગામી અમેરિકન સિટિઝનશિપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા.

રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને ખોટા પાસપોર્ટ સહિતના દસ્તાાવેજોના આધારે પતિ પત્ની બનાવીને US જવું હોવાથી તેમણે હરેશ પટેલ અને હાર્દિક પટેલનો સંપર્ક કર્યો હતો. રાજુ અને શિલ્પા બંને સિંગલ હોવાથી અમેરિકા જવા માટે ફેમિલી ગ્રુપ તરીકે વિઝા પ્રોસિજર કરવા માટે તેમના ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી રાજુને રાજેન્દ્ર પટેલ અને શિલ્પાને રાજેન્દ્ર પટેલનાં પત્ની કામિની પટેલના નામે ખોટા પાસપોર્ટ બનાવી ખોટો પરિવાર બતાવ્યો હતો.અને તેના આધારે બંનેને નાઈજીરિયાના વિઝા માટે દિલ્હી લઈ જઈ વિઝા એપ્લાય કરાવ્યા હતા. જે બાદ નાઈજીરિયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવીને યુએસ-મેક્સિકો બોર્ડરથી યુએસ રેફ્યુજી કેમ્પમાં મોકલી હંગામી અમેરિકન સિટિઝનશિપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા.

અરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ અત્યાર સુધી 28 થી 30 કુટુંબોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલેલા છે. જેમાં એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ લીધા છે. બે બાળકોને સાથે મોકલવાના હતા, તેમના માતા-પિતાને અગાઉ જ ગેરકાયદે રીતે અમેરિકા મોકલેલા છે. કબૂતરબાજોની સિન્ડિકેટ દ્વારા અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા માટે યુરોપના દેશોના ટેમ્પરરી વિઝા અપાવી ત્યાંથી મેક્સિકો મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા. હવે વિઝા પ્રોસેસ કડક ચેકીંગ થતા નાઇઝીરિયા થઈ મેક્સિકો અને ત્યાંથી અમેરિકા ઘૂસણખોરી કરાવે છે

ઉચ્ચ પોલીસ અધિકારીઓની ખાસ બેઠક
ગેરકાયદેસર વિદેશ જવાની પ્રવૃતિને અંકુશમાં લાવવા અને આવી ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યક્તિઓની સામે સખત અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે DGPએ આદેશ આપ્યો છે. આ બેઠકમાં અમદાવાદ શહેર અને મહેસાણાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને માનવ તસ્કર વિરોધી એકમ, ઈન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ડીજીપી દ્વારા અધિકારીઓને ડમી એજન્ટો દ્વારા અપનાવવામાં આવતી મોડસ ઓપરેન્ડીનો અભ્યાસ કરવા સૂચના આપવામાં આવી હતી તથા નાગરિકોનું શોષણ કરતા આવા એજન્ટોથી દૂર રહેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો અને કોઈ લાલચમાં ન ફસાવા માટે સાવચેત રહેવા જણાવ્યું હતું. અમદાવાદ અને મહેસાણાના અધિકારીઓને વધુ સાવચેત રહેવા અને ગેરકાયદેસર ઇમિગ્રેશન અને બનાવટી પાસપોર્ટમાં સંડોવાયેલા એજન્ટો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે અને આવી ગેરકાયદેસર રીતે ચાલતી ગુનાહીત પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબુદ થાય તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

Relationship Tips / સાસુ અને વહુ વચ્ચે કેમ આવે છે અંતર, જાણો પરસ્પરના ઝઘડાને દૂર કરવાની ટિપ્સ

મહાશિવરાત્રી / મહાશિવરાત્રી જ્યોતિષ અને તંત્ર-મંત્રના ઉપાયો માટે ખાસ છે, આ દિવસે રાશિ પ્રમાણે કરો આ ઉપાયો