મંડલા જિલ્લાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યા મંડલા જિલ્લાના નૈનપુરમાં વિદ્યાર્થિનીઓ શાળાના યુનિફોર્મમાં દારૂ ખરીદવા માટે પહોચી હતી. અને આટલુ જ નહી તે વિદ્યાર્થિઓને દુકાનદારે દારૂ વેચ્યો પણ હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયો બાદ, એસડીએમ આશુતોષ ઠાકુરે દુકાનનું નિરીક્ષણ કર્યું.

સગીરોને દારૂ વેચવો એ જનરલ લાઇસન્સ શરતોનું ઉલ્લંઘન
આબકારી અધિકારી રામજી પાંડેએ જણાવ્યું હતું કે દારૂ ખરીદનારી છોકરીઓ 18 વર્ષથી ઓછી ઉંમરની છે કે તેથી વધુ ઉંમરની છે તે નક્કી કરવા માટે તપાસ કરવામાં આવશે. સગીરોને દારૂ વેચવો એ જનરલ લાઇસન્સ શરતો (GLC)નું ઉલ્લંઘન છે. આખો કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને નિર્ણય માટે કલેક્ટરને મોકલવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Maharashtra News/‘એક પોલીસકર્મીએ મારા પર ચાર વખત બળાત્કાર કર્યો’, મહારાષ્ટ્રના એક ડોક્ટરે હાથમાં લખી સુસાઈડ નોટ
આ પણ વાંચો: uttarpradesh news/યુપીમાં મદરેસાએ વિદ્યાર્થીની પાસેથી વર્જિનિટી સર્ટિફિકેટ માંગ્યું: કહ્યું કે તે તેના પિતા સાથે એકલી હતી, મેડિકલ કરાવો
આ પણ વાંચો: hariyana news/ખેતરોને પાણી આપવા જઈ રહ્યા 2 ખેડૂતોનો ટ્રેક્ટર નીચે કચડાઈને થયુ મોત
