Not Set/ સુરતમાં વિદ્યાર્થીઓ બન્યા સારથીનો સહારો

સંજય મહંત- મંતવ્ય ન્યુઝ તાજેતરમાં એક નાના બાળક ધૈર્યરાજ સિહની સારવાર માટે શોશ્યલ મીડિયા થકી ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું અને તેની સારવાર માટે કરોડો રૂપિયાના દાનનો ધોધ દેશમાંથી લોકોએ વરસાવ્યો હતો. અને આવો જ એક કિસ્સો સુરતમાં પણ સામે આવ્યો છે. જેમાં સ્કુલ બસના ડ્રાઈવરના દીકરાને સારવારમાં મદદની જરૂર પડતા ધો.૧૨ના બે વિદ્યાર્થીઓએ આગળ આવ્યા […]

Gujarat Surat
Untitled 273 સુરતમાં વિદ્યાર્થીઓ બન્યા સારથીનો સહારો

સંજય મહંત- મંતવ્ય ન્યુઝ

તાજેતરમાં એક નાના બાળક ધૈર્યરાજ સિહની સારવાર માટે શોશ્યલ મીડિયા થકી ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું અને તેની સારવાર માટે કરોડો રૂપિયાના દાનનો ધોધ દેશમાંથી લોકોએ વરસાવ્યો હતો. અને આવો જ એક કિસ્સો સુરતમાં પણ સામે આવ્યો છે. જેમાં સ્કુલ બસના ડ્રાઈવરના દીકરાને સારવારમાં મદદની જરૂર પડતા ધો.૧૨ના બે વિદ્યાર્થીઓએ આગળ આવ્યા હતા અને શોશ્યલ મીડિયા અને વેબસાઈટ થકી ૩ લાખ રૂપિયા એકત્ર કર્યા છે.

જન સેવા એ જ પ્રભુ સેવા આ વાક્યને સુરતમાં રહેતા ધો. ૧૨ના વિદ્યાર્થીએ સાર્થક કર્યું છે. હર્ષિલે જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા સ્કુલ બસના ડ્રાઈવર રાજુભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે મારી પત્નીને થોડા સમય પહેલા જોદુયા બાળકોને જન્મ આપ્યો છે પણ પ્રિમેંચ્યોર ડીલેવરીના કારણે એક બાળકનું નિધન થયું છે અને એક બાળક હાલમાં હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યું છે અને તેના માટે તેઓને પૈસાની મદદની જરૂર છે. જેથી આ મામલે તેઓએ તેના પિતાને જાણ કરી હતી અને પહેલા ખરાઈ કરવાનું નક્કી કર્યું હતું. દરમ્યાન હોસ્પીટલમાં જઈને તબીબો સાથે વાત કરી હતી અને બાદમાં મેડીકલ ફાઈલ લઈને તેઓની મિત્ર દિયાની મદદથી એક વેબસાઈટ બનાવી અને શોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો પાસે મદદ માંગી હતી જેમાં લોકો પણ મદદે આગળ આવ્યા હતા અને દાનનો ધોધ વહાવ્યો હતો.

હર્ષિલે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી સ્કુલ બંધ હોવાથી રાજુભાઈની આર્થીક સ્થિતિ ખરાબ હતી જે મેં મિત્રની મદદથી તેઓની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને ફંડ માટે લોકોને ઓનલાઈન અપીલ કરી હતી જેમાં ૩ લાખની રકમ એકત્ર થઈ ગયી છે જે રાજુભાઈને આપી છે. હાલ બાળકને વેન્ટીલેટર પરથી નાના વેન્ટીલેટર પર શિફટ કરી દેવામાં આવ્યો છે અને બાળકની સારવાર થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે બે વિદ્યાર્થીઓની મદદથી એક બાળકને નવજીવન મળ્યું છે અને તેઓના આ સરાહનીય પગલાને લોકો પણ વધાવી રહ્યા છે.