સુદાનમાં સિરામિક ફેક્ટરીમાં એલિપજી ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ ઘણા ભારતીયો સહિત 23 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં 18 જેટલા ભારતીયોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, આ અકસ્માતમાં 130 થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. સુદાનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે બનેલી ઘટનામાં ભારતીયોના મોતની જાણકારી આપી છે.
ભારતીય વિદેશ પ્રધાન એસ જય શંકરે સુદાનમાં આ દુખદાયક અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું છે. સુદાનની સિરામિક ફેક્ટરીમાં એલિપજી ટેન્કરમાં વિસ્ફોટની ઘટના દુર્ઘટનામાં નોંધાઇ છે. દુખની વાત એ છે કે કેટલાક ભારતીય કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે કેટલાક અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.
દૂતાવાસે મંગળવારે પોતાની વેબસાઇટ પર એક નિવેદનમાં કહ્યું, “અત્યાર સુધીના અહેવાલો મુજબ ભારતીય કામદારો સહિત ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.” તેમણે જણાવ્યું હતું કે 50 થી વધુ ભારતીય કામદારો ફેક્ટરીમાં કામ કરે છે.
EAM S Jaishankar: Have just received tragic news of a major blast in a ceramic factory “Saloomi” in Bahri area of the capital Khartoum in Sudan. Deeply grieved to learn that some Indian workers have lost their lives while some others have been seriously injured. (file pic) pic.twitter.com/aOvE9pPoUt
— ANI (@ANI) December 4, 2019
સુદાન સરકારે કહ્યું કે આ ઘટનામાં 23 લોકોનાં મોત નીપજ્યાં છે અને 130 થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રારંભિક અહેવાલોએ બતાવ્યું હતું કે ઘટના સ્થળે સલામતી માટે જરૂરી ઉપકરણો નથી. સરકારે કહ્યું, “ત્યાં જ્વલનશીલ સામગ્રી અયોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવી હતી, જેના કારણે આગ ફેલાઈ હતી.” આ કેસની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
