Not Set/ સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને લગાવી ફટકાર, બાળકોને શા માટે સ્કૂલ મોકલવાની ફરજ પાડવામાં આવી?

શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના સ્તર વચ્ચે શાળા ખોલવા બદલ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી.

Top Stories India
SUPRIME COURT સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને લગાવી ફટકાર, બાળકોને શા માટે સ્કૂલ મોકલવાની ફરજ પાડવામાં આવી?

રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા બંધ કરાયેલી શાળાઓ ફરી એકવાર ખુલી ગઈ છે. શાળા ખુલ્યા બાદ સોમવારે ઘણી જગ્યાએ ધુમ્મસ વચ્ચે બાળકો શાળાએ જતા જોવા મળ્યા હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે વધતા પ્રદૂષણ વચ્ચે બાળકોની શાળા ખોલવા પર કેજરીવાલ સરકારને ફટકાર લગાવી છે. શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના સ્તર વચ્ચે શાળા ખોલવા બદલ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી. SCએ દિલ્હી સરકારને પૂછ્યું, જ્યારે સરકારે પુખ્ત વયના લોકો માટે ઘરેથી કામ લાગુ કર્યું છે, તો બાળકોને શા માટે શાળાએ જવાની ફરજ પાડવામાં આવી રહી છે?

સુપ્રીમ કોર્ટે વધુ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “તમે અમને કહ્યું કે શાળાઓ બંધ છે. પરંતુ નાના બાળકો શાળાએ જાય છે. ઘરેથી મોટા કામ કરે છે અને બાળકો શાળાએ જાય છે? તમે કોર્ટમાં કંઈક બોલો છો અને સત્ય કંઈક બીજું છે.” આવી સ્થિતિમાં, અમારે દિલ્હી સરકાર પર નજર રાખવા માટે કોઈની નિમણૂક કરવી પડશે.

અરજદારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે અમે ટાસ્ક ફોર્સ બનાવવાના પક્ષમાં છીએ. તેમણે કહ્યું કે હાલ માટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. આ પ્રોજેક્ટ લોકોના આરોગ્ય માટે મહત્વનો નથી. જો નિયમોનું પાલન કરવાની દલીલ સ્વીકારવામાં આવે તો બાકીના બિલ્ડરને પણ આ આધારે મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યું કે સ્વતંત્ર ફ્લાઈંગ સ્કવોડની રચના કરવી જોઈએ જે ધૂળ, જૂના વાહનો વગેરે પર કાર્યવાહી કરવી જોઇએ

જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે મેં રસ્તામાં જોયું કે સરકાર તરફથી કેટલાક લોકો પ્રદૂષણ નિયંત્રણના બેનર લઈને રસ્તા પર ઉભા છે. એટલા માટે અમે કહીએ છીએ કે તમે માત્ર લોકપ્રિય નારા લગાવડાવો છો, તેમણે કહ્યું કે અમે કોઈ વિપક્ષના નેતા નથી. અમારો ઉદ્દેશ્ય પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે. પરંતુ કેજરીવાલ સરકાર માત્ર વાતો કરે છે.