Business News/ તહેવારોમાં ફ્લાઇટ ભાડું વધારવા પર લાગશે લગામ? સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકાર સક્રિય

દિવાળી અને છઠ પર હવાઈ મુસાફરી મોંઘી નહીં થાય, સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની સખ્તાઈ બાદ સરકાર લાવી રહી છે એરફેર અંગે નવા નિયમો; 7 સપ્ટેમ્બરે આગામી સુનાવણી

Breaking News Business
supreme court

 Business News: દિવાળી, છઠ અથવા ઉનાળાની રજાઓ દરમિયાન પોતાના ઘરે જવા માટે હવાઈ મુસાફરી કરતા લોકો માટે મોટી રાહતના સમાચાર છે. તહેવારોના સમયમાં એરલાઇન્સ કંપનીઓ દ્વારા ફ્લાઇટ ટિકિટના ભાવ અચાનક બમણા-ત્રણ ગણા કરી દેવાની ફરિયાદો પર હવે ટૂંક સમયમાં લગામ લાગી શકે છે.

વધતા હવાઈ મુસાફરીના ભાડાને લઈ Supreme Courtનું કડક વલણ

સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે (Central Government)પણ કોર્ટને જણાવ્યું છે કે હવાઈ ભાડા (Higher airfare)અને વધારાના ચાર્જ સાથે જોડાયેલા નવા કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જે આગામી ત્રણ અઠવાડિયામાં સામે આવી શકે છે. ઘણીવાર જોવા મળે છે કે દિલ્હથી મુંબઈની ફ્લાઇટની ટિકિટ (Ticket Price)સામાન્ય દિવસોમાં 6,000ની હોય છે, પરંતુ દિવાળી, છઠ અથવા રજાઓ દરમિયાન એરલાઇન્સ કંપનીઓ તેનું ભાડું વધારીને 12,000થી 14,000 અથવા તેનાથી પણ વધુ કરી દે છે.

મુસાફરોની આ જ ફરિયાદને લઈને સામાજિક કાર્યકર એસ. લક્ષ્મીનારાયણે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરી હતી. અરજીમાં એરલાઇન્સની મનમાની અને અયોગ્ય સરચાર્જ પર રોક લગાવવા માટે નિયમનકારી સંસ્થા અને સ્પષ્ટ નિયમો બનાવવાની માગ કરવામાં આવી હતી.

નિયમોનું પાલન ન થાય તો ફ્લાઇટ રોકી દો: સુપ્રીમ કોર્ટ

આ કેસની સુનાવણી કરી રહેલી જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે જો એરલાઇન્સ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને ભાડાનું પાલન ન કરે તો તેમની ફ્લાઇટ્સ પણ રોકી દેવી જોઈએ. કોર્ટે કહ્યું કે તહેવારો દરમિયાન ભાડું નક્કી કરવામાં એરલાઇન્સ કંપનીઓની મનમાની મુસાફરોના શોષણ સમાન છે અને તેને સહન કરી શકાય નહીં.

7 સપ્ટેમ્બરે આગામી સુનાવણી, નવા નિયમો થઈ શકે છે રજૂ

સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ કૌશિકે જણાવ્યું હતું કે હવાઈ ભાડા અને ચાર્જને નિયંત્રિત કરતા નવા નિયમો બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તેને પૂર્ણ થવામાં આશરે ત્રણ અઠવાડિયાનો સમય લાગશે. કોર્ટે સરકારની દલીલ સ્વીકારીને આ મામલે આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે નક્કી કરી છે. આશા છે કે 7 સપ્ટેમ્બરે સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ નવા નિયમો રજૂ કરશે.

જો સરકારના નવા નિયમો 7 સપ્ટેમ્બર સુધીમાં લાગુ થઈ જાય છે, તો આ વખતે દિવાળી અને છઠ પૂજા દરમિયાન ઘરે જતા કરોડો હવાઈ મુસાફરોને રાહત મળી શકે છે. સાથે જ એરલાઇન્સ કંપનીઓ પોતાની મનમાનીથી ટિકિટના ભાવ 2થી 3 ગણા વધારી શકશે નહીં.


આ પણ વાંચો :હવાઈ યાત્રા કરવાનું થશે મોંઘુ, આ કારણોથી વધી શકે છે ભાડું

આ પણ વાંચો:2022માં હવાઈ ઈંધણ 50%થી વધુ મોંઘું થશે, એરલાઈન્સ હવાઈ ભાડું વધારી શકે છે

આ પણ વાંચો:યુદ્ધને કારણે હવાઈ મુસાફરી થઈ મોંઘી, એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં ₹899 સુધીનો કર્યો વધારો