Not Set/ સુરતમાં 14 દિવસની બાળકીને ભરખી ગયો જીવલેણ વાયરસ, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પરિવારજનો

સુરતમાં સતત કોરોનાથી થતા મોતનો આંકડો વધી રહ્યો છે. સાથે સાથે આ જીવલેણ વાયરસનો ભોગ નાના માસૂમ બાળકો બની રહ્યા છે. હજુ તો  હમણાં જ એક 14 દિવસના માસૂમ બાળનું કોરોનાથી મોત થયું હતુ.

Top Stories Gujarat Surat

સુરતમાં સતત કોરોનાથી થતા મોતનો આંકડો વધી રહ્યો છે. સાથે સાથે આ જીવલેણ વાયરસનો ભોગ નાના માસૂમ બાળકો બની રહ્યા છે. હજુ તો હમણાં જ એક 14 દિવસના માસૂમ બાળનું કોરોનાથી મોત થયું હતુ. ત્યારે આજે ફરી એક વાર આંખો ભીની થઈ જાય એવા સમાચાર સામે આવ્યા છે. કોરોનાને કારણે ફરી એક વાર 14 દિવસની બાળકીનું મોત થયુ છે.

આ પણ વાંચો :કોરોનાથી થતા મોતના આંકડાઓને લઈને સરકારની ખોલી પોલ, શું રચાઈ રહી છે આંકડાઓની માયાજાળ?

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધી રહ્યું છે અને ખાસ કરીને સુરતમાં નવા સ્ટ્રેનનો કહેર વર્તાઈ રહ્યો છે. નવા સ્ટ્રેનમાં બાળકો અને મહિલાઓ વધુ સંક્મિત થઇ રહ્યા છે. ત્યારે સુરતમાં એક ૧૪ દિવસની બાળકી સંક્રમણનો ભોગ બન્યા બાદ તેઓનું અવસાન થયું છે. સુરતમાં ડાયમંડ એસોસિયેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર 11 દિવસની બાળકીને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી.બાળકીને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાઈ રહ્યું હતું. હોસ્પિટલ નોન-કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા કરાઈ હતી. તબીબોએ જણાવ્યું હતું કે ડિલિવરીના 5 દિવસ બાદ શિશુનો એક્સ-રે લેવાતાં ડોક્ટરોને શંકા ગઈ હતી. એ પછી શિશુ અને માતાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતાં બન્ને પોઝિટિવ આવ્યાં હતાં. હૉસ્પિટલ ખાતે બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. દીકરીના નિધન બાદ તેના પરિવારના લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

Big tragedy of Corona period in Surat, death of another 14 day old girl from Corona

આ પણ વાંચો :કયા મોતના આંકડા સાચા ? સરકારી ચોપડે નોધાયેલા કે સ્મશાન ગૃહના ?

બાળકીનો જન્મ થતા માતા-પિતામાં ખુશીની લહેર હતી. ઘરેના સભ્યો ખુશ હતા પરંતુ જાણે પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેમ ૩ દિવસ બાદ બાળકીની તબિયત લથડી હતી.અને તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બાળકીને બચાવવા માટે તબીબોએ ખુબ મહેનત કરી હતી. બાળકીને સારવાર દરમ્યાન પ્લાઝમાંની જરૂર પડી હતી. જેથી આ સમાચાર પૂર્વ મેયર જગદીશ પટેલ સુધી પહોચ્યા હતા. જેથી તેઓ પણ બાળકીનો જીવ બચાવવા આગળ આવ્યા હતા.

સંજોગો વસાહત પૂર્વ મેયર જગદીશ પટેલનું બ્લડ ગ્રુપ મેચ થતા તેઓએ બાળકી માટે પ્લાઝમા ડોનેટ પણ કર્યું હતું. પરંતુ તબીબો બાળકીને બચાવી શક્ય ન હતા. દીકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતાની આંખો વરસી પડી, તેમણે કહ્યું, “દીકરીનું નામ યશ્વિનીબા પાડવાની ઇચ્છા હતી, પણ નામ નહોતું પાડ્યું ને તે જતી રહી ! હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તે જન્મી ત્યારે તેને હાથમાં ઊંચકી ન શક્યા. તે ગુજરી ગઈ ત્યારે તેને હાથમાં લઈ પિતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. જે દીકરીનું કન્યાદાન કરવાનાં સપનાં જોયાં હતાં તેનું હવે તર્પણ કરવું પડશે, એ વિચારે સૌને ધ્રુજાવી મૂક્યા હતા.

આ પણ વાંચો :મુખ્યમંત્રી રૂપાણી કરી શકે છે કોરોનાકાળમાં મોટી જાહેરાત : સવારે 11 વાગે સો.મીડિયાથી કરી શકે છે સંબોધન

બાળકીને જન્મ બાદ ચેપ લાગ્યો હોવાથી સારવાર માટે દાખલ કરાઈ હતી. તેને રેમડેસિવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. જોકે, અંતે બાળકીએ દમ તોડી દીધો હતો. એક અહેવાલ પ્રમાણે સુરતમાં 10 વર્ષથી ઓછી ઉંમરના હોય તેવા 286 બાળકોને કોરોનાનું સંક્રમણ લાગી ગયું છે. શહેરની ખાનગી હૉસ્પિટલોમાં આવા બાળકોને દાખલ કરાયા છે. ત્રણ દિવસ પહેલા જ સુરતમાં કોરોનાથી 14 દિવાસના બાળકનું મોત થયું હતું.

આ પણ વાંચો : રણદીપસિંહ સુરજેવાલા બાદ દિગ્વિજય સિંહ પણ કોરોના પોઝિટિવ