Not Set/ વલસાડ/ GLDCના અધિકારી વિરુદ્ધ સુરત ACBની કાર્યવાહી, રૂ 10 કરોડથી વધુની સંપત્તિ મળી આવી

સુરત ખેત તલાવડી કૌભાંડ મામલો GLDC ના કર્મચારી સામે સુરત ACBએ ડીએ કેસ દાખલ કર્યો રૂ 10 કરોડની સંપત્તિ મળી આવી પ્રવીણ પેમલ સહિત પતિ પત્ની સામે કેસ કરાયો કાયદેસર કરતા વધુ અપ્રમાણસર સંપત્તિ મળી આવી ખેત તલાવડી કૌભાંડમાં વલસાડ જિલ્લાના ધરમપુરના GLDC (Gujarat land development corporation) ના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ, તેની પત્ની અને […]

Gujarat Surat
caa 3 વલસાડ/ GLDCના અધિકારી વિરુદ્ધ સુરત ACBની કાર્યવાહી, રૂ 10 કરોડથી વધુની સંપત્તિ મળી આવી

સુરત ખેત તલાવડી કૌભાંડ મામલો

GLDC ના કર્મચારી સામે સુરત ACBએ ડીએ કેસ દાખલ કર્યો

રૂ 10 કરોડની સંપત્તિ મળી આવી

પ્રવીણ પેમલ સહિત પતિ પત્ની સામે કેસ કરાયો

કાયદેસર કરતા વધુ અપ્રમાણસર સંપત્તિ મળી આવી

ખેત તલાવડી કૌભાંડમાં વલસાડ જિલ્લાના ધરમપુરના GLDC (Gujarat land development corporation) ના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ, તેની પત્ની અને પુત્ર સામે સુરત ACB દ્વારા 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રવિણકુમારે બોગસ ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા જેવા જમીન વિકાસના કામો કાગળ પર દર્શાવ્યા હતા. અને મોટું કૌભાંડ હાથ ધર્યું હતું.  પ્રકરણમાં એસીબી દ્વારા પ્રવિણકુમારની ગત 8 મેના રોજ ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, એસીબીના ઈતિહાસમાં આ સૌથી મોટો દસ કરોડથી વધુનો અપ્રમાણસર મિલકતનો કેસ છે.

ઉલ્લેખનીય છે કે,  મે 2018માં  GLDC ગાંધીનીગરની કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જમીન વિકાસના કામોમાં સરકારી યોજનાઓની ગ્રાન્ટમાં કમિશન પેટે મોટા પાયે ઉચાપત કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.  જેને લઈને એસીબી દ્વારા GLDCના જુદા-જુદા અધિકારીઓ પાસેથી હિસાબી રોકડ 56.20 લાખની રકમ મળી આવી હતી. પરંતુ આ રકમ બાબતે સંતોષકારક ખુલાસો ન મળતા એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.

એસીબીએ તપાસ કરતા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની GLDCના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ દ્વારા ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતી અને કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.  અને જેને અનુસંધાને સુરત એસીબી દ્વારા વલસાડ, ડાંગ અને નવસારીમાં ગુનો નોંધાયો હતો.

ત્યારબાદ એસીબી દ્વારા પ્રવિણકુમારની ધરપકડ કરવામાં આવી હતી. સુરત એસીબીમાં GLDC કૌભાંડ મામલે જુદાજુદા 41 ગુના દાખલ થયેલા છે. જે પૈકી 26 ગુનામાં પ્રવિણકુમારનું નામ આરોપી તરીકે છે. અને કુલ 2.61 કરોડ રૂપિયાની ઉચાપાત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પ્રવિણકુમારની અપ્રમાણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વધુ તપાસ માં પ્રવિણકુમારે ધરમપુર ખાતેની GLDC ખાતે ફરજ દરમિયાન કરવામાં આવેલા વિવિધ કામોની કામગીરીમાં ગેરરીતી આચરી પોતાના પુત્ર ચિરાગને પણ કૌભાંડમાં જોડી GLDCની વિવિધ યોજનાકીય કામોની કામગીરી દર્શાવી હતી.

પ્રવિણકુમારે પુત્ર ચિરાગને આરટીજીએસ દ્વારા કુલ 3.92 કરોડ ચૂકવ્યા હતા. આ રકમ પૈકી ચિરાગે પિતા પ્રવિણકુમાર અને માતા દમયંતીબેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જેથી પરિવારના નામે મિલકતો ખરીદવા આ પૈસાનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું.  એસીબીની તપાસ દરમિયાન પ્રવિણકુમાર અને પરિવારજનોના નામે બીએમડબ્લ્યુ કાર, ફ્લેટ, ખેતની જમીન, દુકાનો, રેસ્ટોરન્ટ પ્લોટ મળી કુલ 32 જેટલી મિલકતો વસાવેલી હોવાનું સામે આવ્યું છે.

પ્રવિણકુમાર અને તેના પરિવારજનોના નામે  જુદા-જુદા એકાઉન્ટમાં 4.26 કરોડની રકમ જમા કરવામાં આવી હતી. જેમાંથી નોટબંધી બાદ 45.75 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.  એસીબી દ્વારા બેંક એકાઉન્ટ અને મિલકતની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 10.54 કરોડથી વધુની મિલકતો  હોવાનું સામે આવ્યું હતું. જેથી એસીબીએ પ્રવિણકુમાર, તેની પત્ની દમયંતીબેન અને પુત્ર ચિરાગ સામે 201.62 ટકા વધુ અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.