ડાયમંડ સીટી/ દેશનું નંબર વન ક્લીન સિટી બન્યું સુરત

સુરત મહાનગરપાલિકા એ કરેલી મહેનતનું ફળ સુરતને મળ્યું હતું.સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માં દેશભરમાંથી સુરતને નંબર વન નો રેન્ક પ્રાપ્ત થયો હતો.

Gujarat Top Stories Surat
YouTube Thumbnail 2024 01 11T124523.315 દેશનું નંબર વન ક્લીન સિટી બન્યું સુરત
  • દેશના સ્વચ્છ શહેરોમાં સુરત પ્રથમ ક્રમે
  • ડાયમંડ સિટી સુરતે મેળવી વધુ એક સિધ્ધી
  • સ્વચ્છતામાં નબર વન બન્યુ સુરત શહેર
  • આજે સવચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ જાહેર
  • ઇન્દૌર અને સુરત શહેર નંબર 1 પર આવ્યા

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત મહાનગરપાલિકા એ કરેલી મહેનતનું ફળ સુરતને મળ્યું હતું.સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માં દેશભરમાંથી સુરતને નંબર વન નો રેન્ક પ્રાપ્ત થયો હતો. દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઇન્દોર અને સુરત વચ્ચે સ્વચ્છતામાં કાંટાની ટક્કર જોવા મળી હતી. જેમાં સુરત અને ઇન્દોરને સંયુક્ત નંબર વન નો રેન્ક મળ્યો હતો જેથી સુરતમાં સફાઈ કર્મીઓ નું મો મીઠું કરાવી ઉજવણી કરાઈ હતી.

સ્વચ્છ સર્વેક્ષણ 2023માં સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરને સ્માર્ટ અને સ્વચ્છ બનાવવા માટે ગ્રીન સુરત ક્લીન સુરતનો મેસેજ સમગ્ર સુરત શહેરમાં ફેલાવ્યો હતો.જેના ફળ સ્વરૂપે સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો સુરત સ્વચ્છતામાં બીજા ક્રમે આવતું હતું ગત વર્ષ સુરત 221 માર્ક માટે થઈને પ્રથમ ક્રમનો ખિતાબ મેળવતા રહી ગયું હતું જોકે આ વર્ષે સુરત મહાનગરપાલિકાની મહેનત રંગ લાવી હતી અને સુરત શહેરનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો હતો દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ સુરત શહેરના મેયર દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે સર્ટિફિકેટ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સુરત મહાનગરપાલિકાના આઇસીસીસી સેન્ટર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવતા જ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એક મેકને શુભકામના પાઠવી હતી સુરત શહેરનો પ્રથમ ક્રમ આવતા જ પાલિકાના સફાઈ કર્મચારીઓ નું મો મીઠું કરાવી શુભકામના પાઠવી હતી.

સુરત શહેરને પ્રથમ ક્રમ મળતા શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાની સફાઈ સ્વીપર મશીન દ્વારા કરવામાં આવી રહી. દિવસમાં બે વખત ફોર લેન રોડ પર સાફ-સફાઈ કરવામાં આવે છે સાથે જ ટેક્સટાઇલ ડાયમંડ માર્કેટ સહિતના કોમર્શિયલ વિસ્તારમાં આ મશીનરી પર સાફ સફાઈ નો ભાર મૂકવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાની કામગીરીને પગલે સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ પ્રાપ્ત થયો છે જેથી તમામ લોકોએ સફાઈ કર્મચારીઓનો આભાર માન્યો હતો.

સુરત શહેરને સફાઈ માટે પ્રથમ ક્રમ મળતા જ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે અભિનંદન પાઠવ્યા હતા સુરત શહેરનો પ્રથમ ક્રમ આવતા પાટીલે જણાવ્યું હતું કે આજે સુરત શહેર અને ગુજરાત માટે આનંદ અને ઐતિહાસિક દિવસ છે.પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સ્વચ્છતા માટે ખૂબ જ આગ્રહ કરતા હતા વર્ષો પહેલાં સ્વચ્છતા ના કારણે સુરત ખૂબ બદનામ હતું અને તેનું દુઃખ પણ થતું હતું આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સના લોકાર્પણ પ્રસંગે એક અઠવાડિયા સુધી સુરતમાં સફાઈ થવી જોઈએ તેવી અપીલ કરી હતી જેનું આ પરિણામ છે.સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને જહેમતના કારણે આ પરિણામ મળ્યું છે.સુરતને પ્રથમ વખત સેવન સ્ટાર સાથે પ્રથમ ક્રમ મળ્યો છે આ નંબર કાયમ માટે રહે તે માટે સૌ કોઈએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ સ્વચ્છતા માટે શાળાના વિદ્યાર્થીઓનો પણ સિંહ ફાળો રહ્યો હોવાનું સી આર પાટીલે નિવેદન આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….