Not Set/ સુરત: બીજેપી કોર્પોરેટ નેન્સી સુમરાના પિતાની 55 હજારની લાંચ કેસમાં ધરપકડ

સુરત. સુરતના સૈયદપુરા વિસ્તારમાં પાંચ દિવસ પહેલા મકાનના બાંધકામ બાબલે બીજેપીના કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઇ વીકી અને પિતા મોહન sumra રૂપિયા 55 હજારની લાંચ લેવા ગયા હતા. ત્યારે વિકી લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો હતો જયારે તેના પિતા મોહન સુમરા ફરાર થઈ ગયો. આ મામલે વીકીના પિતા મોહન સુમરાની પુછપરછ કરવા તેને શોધી રહી […]

Top Stories Gujarat Surat
kjglskjksf સુરત: બીજેપી કોર્પોરેટ નેન્સી સુમરાના પિતાની 55 હજારની લાંચ કેસમાં ધરપકડ

સુરત.

સુરતના સૈયદપુરા વિસ્તારમાં પાંચ દિવસ પહેલા મકાનના બાંધકામ બાબલે બીજેપીના કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઇ વીકી અને પિતા મોહન sumra રૂપિયા 55 હજારની લાંચ લેવા ગયા હતા. ત્યારે વિકી લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો હતો જયારે તેના પિતા મોહન સુમરા ફરાર થઈ ગયો. આ મામલે વીકીના પિતા મોહન સુમરાની પુછપરછ કરવા તેને શોધી રહી હતી પરંતુ તે મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

મોહન સુમરાને વોન્ટેડ જાહેર કર્યા બાદ ગઈકાલે મોહન સુમરા એસીબી પોલીસ સમક્ષમાં હાજર થયા હતા. એસીબી પોલીસ મથકમાં હાજર થતા એસીબીએ મોહન સુમરાની ધરપકડ કરવામાં આવી. આ સમગ્ર મામલાને લઇને પુછપરછ કરવામાં આવી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા વધુ તપાસ હાથ ધરી છે. એસીપી ગોહીલે જણાવ્યુ હતુ કે,

75 હજારની લાંચના પહેલા હપ્તામાં 20 હજાર લીધા પછી બાકી નીકળતા 55 હજાર રૂપિયા લેતા વોર્ડ નંબર 11ના કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઈ વિકી એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. નેન્સી સુમરાના પિતા મોહન સુમરાએ જેની પાસેથી લાંચ માંગી હતી તેનો નંબર સુરત મહાનગર પાલિકાની ડાયરીમાં હોવાની જાણકારી મળી હતી. એસીબી પોલીસે બીજેપીના કોર્પોરેટર નેન્સી સુમરાની પણ તપાસ કરી હતી પરંતુ હજુ સુધી તેની કોઈ સંડોવણી હોવાની જાણકારી મળી નથી.”

સિલ્કસીટી સુરત હવે ક્રાઈમ સીટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજથી પાંચ દિવસ પહેલા સુરત શહેરના વોર્ડનં- 11ના ભાજપના કોર્પોરેટરના ભાઈ અને પિતા દ્વારા બિલ્ડરની એક બાંધકામની સાઈટ પર હેરાનગતી ન કરવા 75 હજારની લાંચની માંગણી કરી હતી. પહેલા હપ્તામાં 20 હજાર અને એ લીધા પછી બાકી નીકળતા 55 હજાર રૂપિયા લેતા વોર્ડ નં- 11 નાં કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઈ વિકી એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.

જયારે પિતા મોહન સુમરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. આજ રોજ નેન્સી સુમરાનો પિતા એસીબીમાં હાજર થયા બાદ એસીબી પોલીસે તેની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

મહત્વની વાત તો એ છે કે નેન્સી સુમરાના પિતા મોહન સુમરાએ જેની પાસેથી લાંચ માંગી હતી તે માટે સુરત મહાનગરપાલિકાની ડાયરીમાં આવેલ નંબર હોવાની જાણકારી મળી હતી. હાલ તો એસીબી પોલીસે બીજેપીના કોર્પોરેટર નેન્સીની સુમરાની પણ તપાસ કરી હતી પરંતુ હજુ સુધી તેની કોઈ સંડોવણી હોવાની જાણકારી મળી નથી, હાલ તો પોલીસે નેન્સીના પિતાની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.