સુરત/ મુંબઈનું દંપતી રૂ. 39 લાખના કોકેઇન સાથે ઝડપાયું

મુંબઈથી લકઝરીયસ કારમાં કોકેઇન લઈ રાંદેરમાં ડીલીવરી કરવા આવેલા મુંબઈના દંપતીને સુરત SOGની ટીમે રવિવારે સવારે સુરત-કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી પકડી પાડયા છે.

Top Stories Gujarat Surat
shaishav 1 4 મુંબઈનું દંપતી રૂ. 39 લાખના કોકેઇન સાથે ઝડપાયું
  • સુરત:39 લાખનનું કોકેઈન ઝડપાયું
  • મુંબઈનું દંપતી કોકેઇન સાથે ઝડપાયું
  • 39.2 ગ્રામ કોકેઇન કબ્જે કરાયું
  • મુંબઈનું દંપતી સુરત આવી રહ્યું હતું
  • નિયોલ પાટીયા નજીક SOGએ ઝડપ્યા
  • રાંદેરના ઈસ્માઈલ ગુર્જરને ડ્રગ્સની ડીલેવરી કરવાની હતી

ગુજરાત રાજ્યમાં માદક પદાર્થોની હેરફેરી અને તસ્કરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અવાર નવાર રાજ્યમાં વિવિધ સ્થળોએ થી નાની-મટી માત્રમાં માદક પદાર્થો(drug) મળી આવે છે. આજના યુવાનો(yuth) પણ આવા માદક પદાર્થ(drug)ના રવાળે ચઢી રહ્યા છે. અને યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે ડાયમંડ સિટી સુરત(surat) ખાતે થી પોલીસે(police ) કોકેઇન(coken) ના જથ્થા સાથે એક દંપતિની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ના અધિકારીઓએ રવિવારે મુંબઈના એક દંપતીને 39 લાખ રૂપિયાની કિંમતના 39 ગ્રામ કોકેઇન સાથે પકડી પડ્યું હતું.  ‘સુરત શહેરમાં નો ડ્રગ્સ’ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ સામેના આંતરરાષ્ટ્રીય દિવસ પરના ઓપરેશનમાં શહેર પોલીસને મોટી સફળતા મળી છે.

સુરત પોલીસે ઇબ્રાહિમ હુસૈન ઓડિયા(husain odiya) (51) અને તેની પત્ની તનવીર ઇબ્રાહિમ ઓડિયા(tanvir ibrahim odiya) (47)ની કોકેઇન(coken) સાથે ધરપકડ કરી હતી, બંને મુંબઈની જેજે હોસ્પિટલ નજીક તૈલી મોહલ્લા(taily mohalla )ના રહેવાસી હતા. ચોક્કસ બાતમીના આધારે સુરત કડોદરા રોડ પર આવેલ નિયોલ પોલીસ ચેકપોસ્ટ પરથી આરોપી બંને ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 2.12 લાખ રોકડા ઉપરાંત રૂ. 10 લાખની કિંમતની SUV પણ જપ્ત કરી હતી. આરોપીઓ આ ડ્રગ શહેરના રાંદેર વિસ્તારમાં ખરીદનારને પહોંચાડવાના હતા. પોલીસ હજુ ખરીદનારની ઓળખ કરી શકી નથી. પૂછપરછ દરમિયાન, આરોપીએ મુંબઈમાં એક નાઈજીરિયન પાસેથી કોકેઈન મેળવ્યાનો ખુલાસો કર્યો હતો.

“આરોપીઓ એમડી ડ્રગનો વેપાર કરતા હતા પરંતુ વધુ પૈસા કમાવવાની યોજના સાથે તેઓ કોકેઈન જેવા અત્યાધુનિક ડ્રગ્સનો વેપાર કરવા લાગ્યા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ MD, સિન્થેટીક ડ્રગ કરતાં કોકેઈનમાંથી વધુ નફો મેળવે છે,” SOG અધિકારીએ જણાવ્યું હતું. આરોપીઓએ ભૂતકાળમાં પણ શહેરમાં ખરીદદારોને એમડી ડ્રગ સપ્લાય કર્યા હતા.

આરોપી ઓડિયા ડ્રગ્સનો વેપારી હોવાની શંકાથી બચવા માટે તેની પત્નીને સાથે લાવ્યો હતો. અને તેને વિશ્વાસ હતો કે પત્ની સાથે હશે તો કોઈ તેની ઉપર શંકા પણ નહીં કરે. “કોકેઇન જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ છે. તે તેની ઊંચી કિંમતને કારણે સામાન્ય રીતે ઉપલબ્ધ નથી અને તેના વપરાશકર્તાઓ પણ મર્યાદિત છે. વ્યસનીઓમાં સિન્થેટિક પાર્ટી ડ્રગ્સ પછી તે સૌથી વધુ માંગવામાં આવતી ડ્રગ છે,”

રાજકોટ / ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીની દાદાગીરી, નાસ્તો કરી પૈસા આપવાને બદલે કરી તોડફોડ

વડોદરા /  શૈશવ સ્કૂલના સંચાલકો પર ગંભીર આક્ષેપ, પોલીસ મથકે આપી અરજી