Not Set/ કોરોનાને લઈને ડે. CM નીતિન પટેલની મોટી જાહેરાત, કહ્યું….

આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં માત્ર રાતના 9થી સવારના 6 સુધી જ કર્ફ્યૂ રહેશે.

Top Stories Gujarat Others
nitin patel કોરોનાને લઈને ડે. CM નીતિન પટેલની મોટી જાહેરાત, કહ્યું....

દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ગુજરાત ફરી એકવાર અમેરિકા કે વુહાન બનવા ભણી દોડ મૂકી છે. ત્યારે રાજ્ય સરકાર ફરી એક વખત કોરોના ને કાબુ માં લેવા આક્ર પગલા ભરવાના મૂડમાં જોવા મળી રહી છે. આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને હાઇપાવર કમિશનની બેઠક યોજાઇ હતી. જેમા કર્ફ્યૂની ગાઈડલાઈન અને જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.આ બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરનામા અંગે જાણકારી આપી હતી.

નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રજાને ડરવાની કોઇ જરૂર નથી. સ્થિતિ કંટ્રોલમાં છે. સોશિયલ મીડિયામાં જે અફવાઓ સામે આવી રહી છે. તેના પર વિશ્વાસ ન કરો. સરકારી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ છે. શહેરમાં લાગુ કર્ફ્યું વિષે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિને  પહોંચી વળવ માટે કર્ફ્યું જરૂરી બની ગયું છે.  તહેવારોની ઉજવણી દરમિયાન જનતાએ કોરોના ગાઇડલાઈન્સ નું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે સ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે.

વધુમાં તેમેણે જણાવ્યું હતું કે, આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં માત્ર રાતના 9થી સવારના 6 સુધી જ કર્ફ્યૂ રહેશે.  જ્યાં સુધી બીજો આદેશ ન થાય ત્યાં સુધી  રાત્રી કરફ્યુ  ચાલુ રહેશે. લોકો દિવાળી વેકેશનમાં રાજ્યની બહાર ગયા છે અથવા શહેરની બહાર ગયા છે તેમને પાછા લાવવા અંગે પણ વિચારણા થઇ છે.

અમદાવાદમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાતની સૌથી મોટી 1200 બેડ ધરાવતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવીડ-19ના 971 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.  60 બેડ અને 60 બેડ એટલે કે 120 અમદાવાદ સિવિલમાં વધારાના સૂચના આપી છે. સોલા હોસ્પિટલમાં પણ આ પ્રકારે વધારો કરવામાં આવી રહ્યો છે.