Surat News/ સુરત મનપાને બાંધકામની સાઇટ પરથી મળ્યું મચ્છરોનું બ્રીડિંગ, વસૂલ્યો જંગી દંડ

સુરતમાં ચોમાસાને લઈને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ પાલિકાના આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક જગ્યાએ ખુલ્લા પ્લોટ તેમજ બાંધકામની સાઈટ પરથી મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું.

Gujarat Surat Breaking News

@દિવ્યેશ પરમાર

Surat News: સુરતમાં ચોમાસાને લઈને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ પાલિકાના આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક જગ્યાએ ખુલ્લા પ્લોટ તેમજ બાંધકામની સાઈટ પરથી મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું જે જગ્યાએથી મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા તે જગ્યાએથી 15 લાખનો દંડ વસૂલ્યો હતો.

સુરતમાં ચોમાસાને લઈને પડી રહેલા વરસાદ ને પગલે શહેરમાં રોગચાળો ન વકરે તે માટે થઈને પાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું સફાળું જાગ્યું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ બાંધકામની સાઈટ પર સરવે કરવામાં આવી રહ્યો છે, જેમાં સુરત મહાનગર પાલિકાની 110 ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેમાં લાગી છે. એપ્રિલ અને મેં મહિના માં અલગ અલગ જગ્યા પર સરવે કરાયું હતું જરમાં  70 હજાર જેટલા નક્કામાં કન્ટેનર કાઢ્યા હતા. તેમાં ખાસ કરી ને નક્કામાં અને પાણી ભરાઈ જાય તેવા વાસણો પણ 78 હજાર જેટલા દૂર કર્યા હતા.

પાલિકાની પ્રિ એક્ટિવ ટીમ દ્વારા 5 હજાર જેટલા ખુલ્લા મકાનોમાં સર્વે કરાયું હતું. તેમાં  680 લોકો આ સર્વે નો હિસ્સો બન્યા હતા. આમા ઘરે ઘરે જઈ ને તાવના કેસો કેટલા છે તે ચેકિંગ કર્યુ હતુ. દર અઠવાડિયે સાડા પાંચ લાખ મકાનોનું સર્વે કરાય છે. આ સર્વેમાં છેલ્લા 15 દિવસોમાં 39 જેટલા ડેન્ગ્યુ ના કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 189 કેસ નોંધાયા છે. ગત વર્ષે 480 કેસ મેલરિયા ના નોંધાયા હતા જેમાં આ વર્ષે 189 કેસ નોંધાયા છે .ડેન્ગ્યુ ની વાત કરી એ તો ગત વર્ષે 143 કેસો ડેન્ગ્યુ ના નોંધાયા હતા જેની સામે આ વખતે 109 નોંધાયા છે..સુરત મહાનગર પાલિકા ના આરોગ્ય વિભાગે જે જગ્યા પરથી મચ્છરો ના બ્રિડિંગ મળી આવ્યા છે ત્યાં દંડ પણ ફટકાર્યો છે..જેમાં છેલ્લા બે માસ ની અંદર 15 લાખ નો.દંડ વસુલ કર્યો છે..આમ સુરત મહાનગર પાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોથી થતી બીમારી રોકવા માટે આગોતરું આયોજન કરી કામગીરી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ

આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ