Not Set/ કોરોનામાં આ પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોની કામગીરી બની પ્રશંસાને પાત્ર

માનવીય સિદ્ધાંતો અને મૂલ્યોનું ઉત્તેજન, કુદરતી આપત્તિ વખતે પ્રતિક્રિયા આપવી, કુદરતી આપત્તિ વખતે તૈયારી કરવી તથા સ્વાસ્થ્ય અને સમુદાયની દેખરેખ રાખવી. ઉપરાંત તેનાં માનવતા, નિષ્પક્ષતા, સ્વતંત્રતા, તટસ્થતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને સાર્વભૌમિકતા જેવાં સાત સિદ્ધાંતો પણ છે.

Gujarat Surat
bukhari mufti 6 કોરોનામાં આ પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોની કામગીરી બની પ્રશંસાને પાત્ર

પ્રતિ વર્ષ ૮ મી મે વિશ્વ રેડક્રોસ દિન તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ આંદોલન આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ રહ્યો છે. દર વર્ષે જરૂરિયાતવાળા લોકોને સહાય કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનારા સ્વયંસેવકોને સમર્પિત છે.  રેડક્રોસ સોસાયટીનું મિશન પ્રેરણા તેમજ પ્રોત્સાહન આપવાનું છે. કે જેથી દરેક સમયે અને દરેક રીતે માનવતાવાદી પ્રવૃત્તિઓ શરૂ કરીને માનવીય પીડા ઘટાડી શકાય અને શાંતિપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરી શકાય. રેડક્રોસ કાર્યક્રમો ચાર મુખ્ય ક્ષેત્રોમાં વિભાજીત છે. માનવીય સિદ્ધાંતો અને મૂલ્યોનું ઉત્તેજન, કુદરતી આપત્તિ વખતે પ્રતિક્રિયા આપવી, કુદરતી આપત્તિ વખતે તૈયારી કરવી તથા સ્વાસ્થ્ય અને સમુદાયની દેખરેખ રાખવી. ઉપરાંત તેનાં માનવતા, નિષ્પક્ષતા, સ્વતંત્રતા, તટસ્થતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને સાર્વભૌમિકતા જેવાં સાત સિદ્ધાંતો પણ છે.

bukhari mufti 7 કોરોનામાં આ પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોની કામગીરી બની પ્રશંસાને પાત્ર

જોગાનુજોગ આજે વિશ્વ રેડક્રોસ દિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનો પોતાની શાળાનાં બાળકોનાં અભ્યાસની સાથોસાથ છેલ્લા એક વર્ષથી અન્ય સરકારી કર્મચારીઓની સમાંતર કોરોના વોરિયર્સ તરીકેની સરાહનીય કામગીરી આજના દિનવિશેષનાં મૂળભૂત હેતુઓને ચરિતાર્થ કરતાં હોય એમ બજાવી રહ્યા છે. પોતાની ફરજનો ભાગ ગણો કે પછી રાષ્ટ્રધર્મ, આ શિક્ષક ભાઈ-બહેનો શાળામાં તથા શાળા બહાર મૂકસેવકની જેમ કોરોના સંક્રમણનાં ભયસ્થાનો વચ્ચે પણ સતત કામ કરી જાણ્યે-અજાણ્યે રેડક્રોસ સોસાયટીનાં સિદ્ધાંતોને સાકાર કરી રહ્યા હોય એવું નિઃસંકોચ પ્રતિત થાય છે.
આ વૈશ્વિક મહામારીનાં પગલે દેશબંધુઓનાં સ્વાસ્થ્ય અને જીવન રક્ષણની જવાબદારીનું ખાતરીપૂર્વક પાલન કરવાના શુભ હેતુ સાથે જિલ્લાનાં વનવિસ્તાર, દરિયાકાંઠા વિસ્તાર તેમજ શહેરી વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક ભાઈ-બહેનો કોરોનાને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાના સંકલ્પ સાથે હોંશભેર કામ કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપકભાઈ દરજીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બીજાને મદદ કરવામાં પોતાની જવાબદારી અને કર્તવ્ય માનતા મારા શિક્ષક ભાઈ-બહેનોની કામગીરીથી બાળકોને તો ફાયદો થયો જ છે પરંતુ તેમની કોવિડ-19 જનજાગૃતિ અભિયાન, રસીકરણ ઝુંબેશ, અનાજ વિતરણ, દવા વિતરણ, વૉર રૂમ મેનેજમેન્ટ, આઈસોલેશન સેન્ટર સંચાલન જેવી વિવિધ કામગીરીથી સમાજને નવી હૂંફ મળી છે જેનાં અપેક્ષિત પરિણામો આપણી સમક્ષ છે.

આ પ્રસંગે તેમણે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી ઉપરાંત દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મહામંત્રીઓનાં શિક્ષક ભાઈ-બહેનો, ગ્રામજનો તેમજ વહીવટીતંત્ર સાથેનાં યોગ્ય સંકલનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. એમ જિલ્લા સંઘનાં પ્રચારમંત્રી વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.