Not Set/ સુરત: વેપારીઓએ નેતાભક્તિ છોડીને દેશભક્તિ બતાવી, બનાવી સર્જિકલ સ્ટ્રાઈકની પ્રિન્ટવાળી સાડીઓ

સુરત, લોકસભાની ચૂંટણી 2019 નજીક આવતા સુરતના કેટલાક વેપારીઓને પીએમ નરેન્દ્ર મોદીની પ્રિન્ટવાળી સાડીના તો કેટલાક વેપારીઓને કોંગ્રેસની લોકપ્રિય નેતા પ્રિયંકા ગાંધીની પ્રિન્ટવાળી સાડીના ઓર્ડર મળી રહ્યા છે. ત્યારે હવે વેપારીઓએ આ નેતાભક્તિ છોડીને દેશભક્તિ બતાવી સર્જિકલ સ્ટ્રાઈકની પ્રિન્ટવાળી સાડી તૈયાર કરી છે. સુરતના વેપારીઓની દેશ ભક્તિ આ સાડીઓમાં દેખાય છે. સાડી તૈયાર કરનાર અન્નપૂર્ણા […]

Top Stories Gujarat Surat Videos
mantavya 310 સુરત: વેપારીઓએ નેતાભક્તિ છોડીને દેશભક્તિ બતાવી, બનાવી સર્જિકલ સ્ટ્રાઈકની પ્રિન્ટવાળી સાડીઓ

સુરત,

લોકસભાની ચૂંટણી 2019 નજીક આવતા સુરતના કેટલાક વેપારીઓને પીએમ નરેન્દ્ર મોદીની પ્રિન્ટવાળી સાડીના તો કેટલાક વેપારીઓને કોંગ્રેસની લોકપ્રિય નેતા પ્રિયંકા ગાંધીની પ્રિન્ટવાળી સાડીના ઓર્ડર મળી રહ્યા છે.

ત્યારે હવે વેપારીઓએ આ નેતાભક્તિ છોડીને દેશભક્તિ બતાવી સર્જિકલ સ્ટ્રાઈકની પ્રિન્ટવાળી સાડી તૈયાર કરી છે. સુરતના વેપારીઓની દેશ ભક્તિ આ સાડીઓમાં દેખાય છે.

સાડી તૈયાર કરનાર અન્નપૂર્ણા મિલના મનીષ અગ્રવાલનું કહેવું છે કે વેપાર કરવા કરતા પણ તેઓ દેશના શહીદો માટે કંઈ કરવા માંગતા હતા. જેમાં સર્જિકલ સ્ટ્રાઈક દર્શાવવામાં આવી છે. તેમાં બંદૂક લઈને ચાલતા સૈનિકો,હેલિકોપ્ટરથી થતા હુમલા અને પહાડો તેમજ નદીઓને દર્શાવવામાં આવ્યા છે.