અત્યારના સમયમાં આડા સંબંધો સામાન્ય બની ગયા છે ત્યારે આવા અનૈતિક સંબંધોનો ક્યારેક કરુણ અંજામ આવતો હોય છે. સુરતમાં એક યુવકને અનૈતિક સંબંધો રાખનાર એક યુવકને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. અડાજણમાં પ્રેમિકાને તેના ઘરે મળવા ગયેલા યુવકે પ્રેમિકાનો પતિ આવી જતા ત્રીજા માળેથી ભૂસકો મારતા મોત થયું છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, જહાંગીરપુરામાં ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે પાલિકાના આવાસમાં રહેતા 30 વર્ષીય રવિકુમાર મહેશભાઈ ચૌધરી 10મી તારીખે બપોરે અડાજણ લાલજીનગર આવાસમાં રહેતી પ્રેમિકાને મળવા માટે ગયો હતો. આ સમયે પ્રેમિકા ઘરે એકલી હતી.
દરમિયાન બંને એકાંત માણી રહ્યા હતા ત્યારે જ અચાનક જ પ્રેમિકાનો પતિ આવી ગયો હતો અને તેણે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. અચાનક પતિ આવી પહોચ્યો હોવાનું જાણીને પત્ની અને તેનો પ્રેમી ડરી ગયા હતા. જોકે, પ્રેમ પ્રકરણનો ભાંડો ન ફૂટી જાય તે માટે પરિણીતાનો પ્રેમી ઘરની બાલ્કનીમાં છૂપાઈ ગયો હતો.
આ પણ વાંચો :મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ માટે જીગ્નેશ મેવાણી એકઠું કરી રહ્યા હતા ફંડ, NGO નું ખાતું થયું ફ્રીઝ
જોકે, બાલ્કનીમાં પણ પકડાઈ જવાનો ડર લાગતા યુવકે ત્રીજા માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો. જે બાદમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ થકી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.
આ પણ વાંચો :પોતાના દીકરાનું મૃત્યુ થતા માતા સ્મશાનમાં જઈને કર્યું આવું.., ઘટના વાંચી લોકો પણ થયા સ્તબ્ધ
દુકાનમાં નોકરી કરતો હતો. પરિણીતાના પ્રેમમાં પડવાને કારણે મૃતક રવિએ લગ્ન પણ કર્યા ન હતા. પરિણીતા અગાઉ રવિ ચૌધરીના ઘર પાસે રહેતી હતી. જેના કારણે એક વર્ષ પહેલા બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. પરિણીતાને એક સંતાન પણ છે અને તેનો પતિ મજૂરીકામ કરે છે. બનાવ અંગે વધુ તપાસ અડાજણ પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની સાથે આવ્યું વધુ એક સંકટ, આ તારીખે રાજ્યમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા

