Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં સુશીયા ગામ(Sushiya) પાસેની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલ તૂટતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. આ ઘટનાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
Sushiya : 500 વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાયાં
કેનાલમાં ગાબડું પડવાથી 500 વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાઈ ગયાં છે. ખેતરો(Farm)માં પાણી ફરી વળતા ઊભા પાકને મોટું નુકસાન થયું છે. પાણી ભરાવાને કારણે ખેતરોમાં વાવેલા જીરું, વરિયાળી, ચણા અને અજમાના પાકને નુકસાન પહોંચ્યું છે. મોંઘા બિયારણ અને મહેનતથી તૈયાર કરેલા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
કેનાલ રિપેરિંગમાં બેદરકારીના આક્ષેપ
ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કેનાલ(Canal)ના રિપેરિંગની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે આ ગાબડું પડ્યું છે. આ ઘટના બાદ તંત્રની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ નુકસાનનું યોગ્ય વળતર આપવા અને કેનાલનું કામ યોગ્ય રીતે કરવા માગ કરી છે.
આ પણ વાંચો: નવસારીમાં મેઘતાંડવ: જૂજ ડેમની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, પૂર જેવી સ્થિતિ સર્જાઈ
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ચુડામાં કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું
આ પણ વાંચો: લખતર તાલુકામાં ખેડૂતોએ કેનાલમાં ગાબડું પડતાં શેવાળ સાફ કરવાનો વારો આવ્યો
