Gujarat News/ રાજકોટની જેમ ગુજરાતની અનેક હોસ્પિટલના CCTV હેક થયાની શંકા : આરોપીઓ પાસેથી અનેક અશ્લીલ વીડિયો મળ્યા

ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલના હેન્ડલર્સ હોવાનું સામે આવ્યું

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2025 02 19T180549.658 રાજકોટની જેમ ગુજરાતની અનેક હોસ્પિટલના CCTV હેક થયાની શંકા : આરોપીઓ પાસેથી અનેક અશ્લીલ વીડિયો મળ્યા

Gujarat News :  રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV વાયરલ મામલે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. બીજીતરફ ગુજરાતની અનેક હોસ્પિટલના CCTV હેક થયાની શંકા સેવાઈ રહી છે.  રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV મુદ્દે મહારાષ્ટ્રથી પકડાયેલા બે આરોપીઓ પાસે રહેલા ડિવાઈસમાં વધુ વીડિયો મળી આવ્યા હતા. જેમાં આરોપીઓ પાસે મોટી સંખ્યામાં અશ્લીલ વીડિયો હોવાનું સામે આવ્યું છે.

બીજીતરફ ગુજરાતની અનેક હોસ્પિટલના CCTV હેક થયાની આશંકા હોવાનું પોલીસે જણાવ્યું છે.  દરમિયાન રાજ્યના અલગ-અલગ પ્રકારના વીડિયો આરોપીઓ પાસેથી મળ્યા હતા. જેમાં ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલના હેન્ડલર્સ હોવાનું સામે આવ્યું છે.રાજકોટ પાયલ હોસ્પિટલ CCTV વાયરલ મામલે અન્ય મોટો ખુલાસો થયો હતો. મહારાષ્ટ્રમાંથી સાઇબર ક્રાઇમે પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલીની અટકાયત કરી હતી.

આ રેકેટમાં અત્યાર સુધી 7 થી 8 લોકોની પોલીસ પુછપરછ કરી રહી છે.  આ તમામ યુપી અને મહારાષ્ટ્રથી ટેલીગ્રામ અને યુટ્યુબ ચેનલ હેન્ડલર્સ હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહારાષ્ટ્ર થી પકડેલા બે આરોપીઓના ડિવાઇસ મોટી સંખ્યામા બિભત્સ વીડિઓ હોવાનું સામે આવ્યું છે.રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા હતા.

પ્રાથમિક તપાસ અનુસાર હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની અંગત ક્ષણોનાં 7 જેટલા વીડિયો યુટ્યૂબની (Youtube) એક ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ ચેનલ 6 જાન્યુઆરીએ યુટ્યૂબ પર ક્રિએટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 7 સપ્ટેમ્બરનાં રોજ અન્ય સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લિન્ક બની હતી. ટેલિગ્રામ એપ પરનાં ગ્રૂપમાં 90 થી વધારે લોકો જોડાયેલા છે. જો કે ગ્રૂપમાં ગુજરાતીમાં સંવાદ જોવા મળ્યો નથી. પરંતુ યુટ્યૂબ ચેનલમાં પોસ્ટ વીડિયોમાં નર્સ અને દર્દી વચ્ચેનો સંવાદ ગુજરાતીમાં છે. દ.ભારતનાં પણ કેટલાક વીડિયો ટેલિગ્રામ ગ્રૂપમાં જોવા મળ્યા છે.

હોસ્પિટલનાં એડમીને આ અંગે સ્વીકાર કરતા જણાવ્યું કે વાઇરલ થયેલાં વીડિયો અમારી જ હોસ્પિટલનાં છે. હોસ્પિટલનાં એડમીને કહ્યું કે, અમારા CCTV હેક થયા છે. જો કે, આ મામલે હાલ સાઇબર ક્રાઇમ (Cyber Crime) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનાને લઇ સાયબર ક્રાઇમની 4 અને ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમના ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યા હતા.

જેમાં તેમણે બે આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનામાં પોલીસે શકાંસ્પદ લોકોની અટક કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં જુદા જુદા રાજ્યોના IP એડ્રેસ મળી આવતા વધારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસ અને ક્રાઇમબ્રાન્ચની તપાસ મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોવાની મોટી રકમ વસુલવામાં આવતી હતી.

વધુમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલમા મહિલાઓની સારવારના વીડિયોની આરોપીઓ ફૂટેજ મેળવીને વિવિધ લોકોને ટેલીગ્રામ મારફતે મોકલતા હતા. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા.

ત્યાર આ ઘટનામાં તેઓએ વધારે તપાસ આદરી છે.રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાંથી મહિલાઓના વાયરલ થયેલા વીડિયો અંગે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે વીડિયો વાયરલ કરનાર સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ પોલીસ કમિશનર સાથે તેમણે વાત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં શીલજમાં અકસ્માતમાં બેના મોત

આ પણ વાંચો:બ્રેમ્પ્ટનમાં ભયાનક અકસ્માત, કુલ 3 ભારતીય વિદ્યાર્થીઓનું દુઃખદ અવસાન, તેમાંથી 2 તો ગુજરાતી

આ પણ વાંચો:ભયંકર અકસ્માતઃ સ્કોડા ગાડીએ 4 થી 5 વાહનોને અડફેટે લેતા 4 લોકો ઘાયલ અને 1નું મોત