Not Set/ જખૌકાંઠે તણાઈ આવેલાં DNT વિસ્ફોટકનો કરાયો નાશ

કોમર્શીયલ – મિલિટરી બ્લાસ્ટીંગમાં DNT ઉપયોગ થાય છે. જખૌના ખીદરત ટાપુ નજીક તણાઈ આવેલાં વિસ્ફોટકનો રાજકોટ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડે સ્થળ પર બ્લાસ્ટ કરી નાશ કરી નાખ્યો છે.

Top Stories Gujarat Others
audi 15 જખૌકાંઠે તણાઈ આવેલાં DNT વિસ્ફોટકનો કરાયો નાશ

સરહદી જીલ્લા કચ્છની સરહદો પાકિસ્તાન સાથે જોડાયેલી છે. પાકિસ્તાનથી અવારનવાર સ્ફોટક વિવિધ પ્રકારના હથિયારો, ડ્રગ્સ દેશમાં ઘૂસાડવાના પ્રયાસો થતા હોય છે. અને એટલે જ ક્ચ્છની સરહદ સંવેદનશીલ સરહદ કહેવાય છે.  ત્યારે જ ભારત-પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ સરહદ જખૌ પાસે જળસીમામાંથી બિનવારસી  હાલતમાં શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવ્યા હતા.

જેને લઇ ભારતીય સુરક્ષા દળો સતર્ક બન્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેટ પરથી એમ્યુનેશન રાખવા માટેનું બોક્સ તથા શંકાસ્પદ વિસ્ફોટકો ભરેલી પાઇપ સ્થાનિક માછીમારોને મળી આવતા તેમણે સુરક્ષા એજન્સીઓને જાણ કર્યા બાદ આ સામગ્રીની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આ કાર્યવાહીમાં બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોસલ સ્ક્વોડને પણ સાથે રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

audi 16 જખૌકાંઠે તણાઈ આવેલાં DNT વિસ્ફોટકનો કરાયો નાશ

જખૌના ખીદરત ટાપુ નજીક તણાઈ આવેલાં વિસ્ફોટકનો રાજકોટ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડે સ્થળ પર બ્લાસ્ટ કરી નાશ કરી નાખ્યો છે. પોલીસ અધિકારીઓ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓની હાજરીમાં સ્ટીલના નળાકાર પાઈપમાં રહેલાં વિસ્ફોટકનો નાશ કરાયો હતો. ડૉગ સ્ક્વૉડના શ્વાને તેમાં વિસ્ફોટક હોવાનું કન્ફર્મ કર્યું હતું.

નખત્રાણા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.યાદવે જણાવ્યું કે ‘પ્રાથમિક તપાસમાં ફોરેન્સિક સાયન્સ લેબના નિષ્ણાતોએ આ વિસ્ફોટક DNT હોવાનું જણાવ્યું હતું.  સામાન્યતઃ DNTનો ઉપયોગ કોમર્સિયલ અને મિલિટરી બ્લાસ્ટીંગ માટે થતો હોય છે. સ્થળ પરથી એક ખાલી એમ્યુનિશન બોક્સ પણ મળી આવ્યું છે. આ બોક્સ પોઈન્ટ ૫૦ કેલિબરની ગનના કાર્ટ્રિજ અને અંધારામાં નિશાન તાકવા માટે અજવાળું કરવા માટે વપરાતાં ટ્રેસર એમ્યુનિશનનું હોવાનું જણાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અદાણીના મુન્દ્રા બંદરેથી માંલીઆવેલા કરોડો રૂપિયાના હેરોઈને દેશ આખાનું ધ્યાન ખેચ્યું છે. આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતેની એક પેઢી દ્વારા ટેલ્કમ પાવડર ને બદલે હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો અને આ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 20000 કરોડ જેટલી છે. કચ્છના મુન્દ્રા બંદર પર ઈરાનથી આયાત કરાયેલા આ અફઘાની હેરોઇનના કિસ્સામાં નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી (એનઆઈએ) દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. અફઘાનમાં તાલિબાનો સત્તા પર આવ્યા બાદ કચ્છ કાંઠે ગંભીર હિલચાલો વધી ગઇ છે.

Covid-19 / ભારતીય સેના માટે કોરોના વિરોધી પગલાં પણ ખૂબ મદદરૂપ સાબિત થયા જનરલઃ મનોજ મુકુંદ નરવણે