વડતાલ સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત વિવાદમાં આવી ગયું છે ગઈકાલે 47 વર્ષીય મંદિર ના પાર્ષદે આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવ એ ફરવા લઈ જવાના બહાને રાવલી રોડ પર એકાન જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ.આચરતા ચકચાર મચી છે ભોગ બનેલા ચાર વર્ષીય બાળકી એ આ વાત તેના માવતર ને કરતા તેમના માવતરે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ઈસમને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
આ પણ વાંચો :પાટીદારોને OBC માં નહીં પણ અલગ અનામત આપો : આઠવલે
મળતી માહિતી મુજબ, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 30 વર્ષથી રહેતો મૂળ મધ્ય પ્રદેશનો 47 વર્ષનો સોહમ ભગત પાર્ષદ છે. તેનો પરિચય મધ્ય પ્રદેશના અને હાલમાં વડતાલમાં રહેતા એક સ્વામિનારાયણ સત્સંગી પરિવાર સાથે થયો હતો. આ પરિવાર અવાર-નવાર મંદિરમાં આવતો હતો. શુક્રવારે પણ આ પરિવાર મંદિરમાં ગયો હતો, ત્યારે સોહમ આ પરિવારની 8 વર્ષની બાળકીને ગોમતી તળાવ પર ફરવાના બહાને સાથે લઈ ગયો હતો. તે ગોમતી તળાવ જવાનું કહી રાવલી જવાના માર્ગ પર લઈ ગયો હતો અને ત્યાં લક્ષ્મીનારાયણ ભુવનની એક રૂમમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ભાગી ગયો હતો.
આ પણ વાંચો :વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને કર્મનિષ્ઠ શિક્ષક એટલે રૂષાભાઈ વળવી
દુષ્કર્મનો ભોગ બનેલી બાળાની પીડા માવતરના નજરે ચડી જતા, તેમણે બાળકીને આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ તમામ હકીકત જણાવી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભોગ બનનાર બાળકીને મેડિકલ તપાસ માટે મોકલી આપી છે, તેમજ આરોપી સોહમ ભગવતી પણ ધરપકડ કરી તેને પણ મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે, બાળકીની હાલત હાલમાં સારી છે.
આ પણ વાંચો :જીવન પાથ ઉપર કેવી રીતે ચાલવું તે શીખવે એ જ ખરો શિક્ષક
જણાવી દઈએ કે, આ પહેલા પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરના એક સ્વામીના કરતૂતોનો વિડીયો એક શિષ્યએ વાયરલ કર્યો હતો. વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સામે તેમના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ સૃષ્ટિ વિરુદ્વના કૃત્યનો આક્ષેપ લગાવ્યો હતો. વેદાંતવલ્લભ સ્વામીએ 44 મિનિટનો વિડીયો વાયરલ કર્યો હતો.
આ પણ વાંચો :રાજ્ય માં છેલ્લા 24 કલાક માં કોરોનાના નવા 15 કેસ નોંધાયા
આ પણ વાંચો :5 થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રવ્યાપી શિક્ષણપર્વમાં ગુજરાત પણ જોડાશે