Not Set/ તાપી : નાગરિક પુરવઠા નિગમનાં અધિકારી 61,49,539 રૂપિયાનું અનાજ આરોગી ગયા

તાપીના વ્યારામાં નાગરિક પુરવઠા નિગમનાં ગોડાઉનમાં ચેકીંગ દરમ્યાન અનેક ગેરરીતિ આચરવાનું સામે આવ્યું હતું. આ ગેરરીતિ અંગે નાગરિક પુરવઠા નિગમના  બે અધિકારીઓ તેમજ બે ઇજારદાર સામે ઉચાપતની પોલીસ ફરિયાદ નોધાઈ છે. તપાસમાં 1391.50 કિવન્ટલ ઘઉં અને 1393 કવીન્ટલ ચોખાની ઉચાપત સામે આવી હતી. ગરીબોનું અનાજ મોટાપાયે અધિકારીઓ દ્વારા સગેવગે કરવામાં આવતું હતું. નાગરિક પુરવઠા નિગમના […]

Top Stories Gujarat Others

તાપીના વ્યારામાં નાગરિક પુરવઠા નિગમનાં ગોડાઉનમાં ચેકીંગ દરમ્યાન અનેક ગેરરીતિ આચરવાનું સામે આવ્યું હતું. આ ગેરરીતિ અંગે નાગરિક પુરવઠા નિગમના  બે અધિકારીઓ તેમજ બે ઇજારદાર સામે ઉચાપતની પોલીસ ફરિયાદ નોધાઈ છે.

તપાસમાં 1391.50 કિવન્ટલ ઘઉં અને 1393 કવીન્ટલ ચોખાની ઉચાપત સામે આવી હતી. ગરીબોનું અનાજ મોટાપાયે અધિકારીઓ દ્વારા સગેવગે કરવામાં આવતું હતું. નાગરિક પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજર અશોક હરિભાઈ સૂચક, ગોડાઉન મેનેજર અલ્પેશ બાબુભાઇ ચૌધરી, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર અર્જુન બી. લેંકા, ડોર સ્ટેપ ડિલિવરી કરતા સોમનાથ ડેવલોપર્સના નરેશ વેકરીયા વિરુધ્ધ ગરીબોનું અનાજની ઉચાપત અંગેની ફરિયાદ નોધાઈ છે. પાનવાડી તેમજ વ્યારાના ખુશાલપુરા ગામે આવેલ પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાની ઉચાપત  કરી હતી. કુલ 61,49,539 રૂપિયાના અનાજની ઉચાપતની ફરિયાદ નોધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.