ચીને સતત બીજા દિવસે શક્તિ પ્રદર્શન કરતા તાઈવાન તરફ 39 ફાઈટર પ્લેન મોકલ્યા છે. ચીનનું આ બે દિવસમાં સૌથી મોટું શક્તિ પ્રદર્શન છે. તાઈવાનના રક્ષા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તાઈવાનની હવાઈ સીમામાં સવારે અને રાત્રે બે બે વાર 39 વિમાનોએ પ્રવેશ કર્યો છે. ચીને શુક્રવારે પણ દક્ષિણ વિસ્તારમાં 38 વિમાન મોકલ્યા હતા.
ચીન પોતે તાઈવાન પર દાવો કરી રહ્યું છે. ગૃહ યુદ્ધ બાદ 1949માં બંને દેશ અલગ થઇ ગયા હતા. “ કમ્યુનિસ્ટ” સમર્થકો દ્વારા ચીન પર કબજો કરવામાં આવ્યો હતો તો બીજીબાજુ “નેશનાલિસ્ટ” સમર્થકો દ્વારા તાઈવાનમાં સરકાર બનાવવામાં આવી હતી. કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા શુકવારે 72 મી વર્ષગાંઠ મનાવવામાં આવી હતી.
તાઈવાનના વડાપ્રધાન સુ સેંગ ચાંગે શુક્રવારે ચીનના ફાઈટર વિમાનોની સતત ઉડાન બાદ શનિવારે નિવેદન આપ્યું હતું કે, ચીન હમેશા શાંતિને ખતરામાં મુકવાનું ક્રૂર અને નિર્મમ કાર્ય કરે છે. આ વાત તેમણે દક્ષિણ તાઈવાનમાં એક વિજ્ઞાન ઉદ્યાનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વાત કહી હતી. ચીને છેલ્લા એક વર્ષમાં સૌથી વધારે વિમાન દક્ષિણ તાઈવાનમાં મોકલી રહ્યું છે.
તાઈવાન રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, શનિવારે દિવસે 20 અને રાત્રે 19 વિમાનોએ તાઈવાન તરફ ઉડાન ભરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, સૌથી વધારે જે-17 અને એયુ-30 લડાકુ વિમાન હતા.
