ગેરકાયદે દબાણ/ કોઇના પણ દબાણમાં આવ્યા વગર ગેરકાયદે બાંધકામ સામે એકશન લો,સરકાર તમારી સાથે છે

ઉદ્વવ ઠાકરેએ બુધવારે બીએમસીના અધિકારીઓને કોઈના પણ દબાણને વશ થયા વિના ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો.

India

મહરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેએ બુધવારે બીએમસીના અધિકારીઓને કોઈના પણ દબાણને વશ થયા વિના ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. વર્ચ્યુઅલ મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેએ કૉર્પોરેશનને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સીસીટીવી કૅમેરા ગોઠવવાની અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક કાટમાળ ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

મહામારી દરમિયાન બીએમસીએ કરેલી કાર્યવાહીને બિરદાવતાં સીએમે અધિકારીઓને માર્ગો, ફુટપાથ, સ્વચ્છતા તથા અન્ય માળખાકીય સુવિધાઓ પર ધ્યાન આપવા અને પ્રોજેક્ટ્સને નિયત સમયમર્યાદામાં પૂરા કરવા પર ભાર મૂકવા જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ‘મુંબઈમાં ગેરકાનૂની બાંધકામો ચલાવી લેવાશે નહીં. વૉર્ડ ઑફિસરોએ તાકીદે કાર્યવાહી કરવી જોઈએ અને કોઈના દબાણને વશ ન થવું જોઈએ. અમે તમારી સાથે છીએ.’

વધુમાં તેમણે માર્ગોના સમારકામના ટેન્ડરિંગની પ્રક્રિયા યોગ્ય અને પારદર્શી રીતે હાથ ધરવાની તાકીદ કરી હતી, જેથી કોઈને આંગળી ચીંધવાની તક ન મળે.સીએમે ઠાલવવામાં આવતા કાટમાળ પર નજર રાખવા માટે વૉર્ડ પ્રમાણે ટીમો રચવાનું સૂચન કર્યું હતું અને અધિકારીઓને શહેરના માર્ગો પરના ખાડા સમયસર પૂરવા જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવા છતાં મહામારી હજી સંપૂર્ણપણે નાબૂદ ન થઈ હોવાથી તેમણે કૉપોરેશનના સત્તાધિકારીઓને તહેવારોની સીઝનમાં સતર્ક રહે