Not Set/ દેશમાં ડાબેરીઓના શાસન અને વર્ચસ્વની વાત

અત્યારે કેરળનો ગઢ જ જળવાયો: બંગાળમાં ખાતું પણ ન ખોલાવી શક્યા: મહારાષ્ટ્રમાં પણ એક જમાનામાં ડાબેરીઓ સારો દેખાવ કરતા હતા

India
truecaller 2 દેશમાં ડાબેરીઓના શાસન અને વર્ચસ્વની વાત

દેશમાં એક જમાનામાં ડાબેરી પક્ષોનો દબદબો હતો. દેશની સૌપ્રથમ ડાબેરી સરકાર એટલે કે સામ્યવાદી વિચારધારા વાળી સરકાર ૧૯૫૭માં કેરળમાં રચાઈ હતી. આંધ્ર, તમિલનાડુ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં સામ્યવાદઓ ચૂંટાતા હતા. ૧૯૬૭ બાદ પશ્ચિમ બંગાળમાં રચાયેલી સરકારમાં સામ્યવાદી પક્ષ ભાગીદાર હતો ૧૯૭૭ બાદ પશ્ચિમ બંગાળમાં સૌપ્રથમ વખત જ્યોતિ બસુની આગેવાની હેઠળ ડાબેરી સરકાર રચાણી જેણે છેક ૨૦૧૧ સુધી એટલે કે ૩૪ વર્ષ રાજ કર્યુ. આ ગાળામાં મુખ્યમંત્રીઓ માત્ર બે જ બદલાયા. બંગાળમાં મોટાભાગની લોકસભાની બેઠકો પર ડાબેરીઓ જ ચૂંટાતા હતા. કેરળમાં ૧૯૫૭ બાદ સત્તાની ફેરબદલી ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે થતી રહેતી હતી જે આજ સુધી ચાલું છે. ૨૦૧૧માં કોંગ્રેસની આગેવાની હેઠળના મુખ્યમંત્રી બાદ ૨૦૧૬માં સીપીએમની આગેવાની હેઠળની સરકાર યથાવત છે.

jio next 5 દેશમાં ડાબેરીઓના શાસન અને વર્ચસ્વની વાત
જ્યારે બીજા એક નાનકડા રાજ્ય ત્રિપુરામાં સતત ૫૦ વર્ષ કરતાં વધુ સમય સુધી ડાબેરી પક્ષોનું રાજ રહ્યું છે. છેલ્લે ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં ત્યાં ભાજપનું શાસન આવ્યું છે જો કે મુખ્ય વિરોધ પક્ષ તરીકે તો ડાબેરીઓ અને તેમાંય સીપીએમ છે. હવે ત્યાં સત્તા માટે ટીએમસીએ પગપેસારો કર્યો છે. જો કે સ્પર્ધામાં તે કેવી ઝીંક ઝીલે છે તે જોવાનું રહે છે. આ ત્રણ રાજ્યોમાં તો ડાબેરીઓ અને તેમાંય ખાસ કરીને સામ્યવાદીએ રાજ કર્યુ છે. તેમાંય પશ્ચિમ બંગાળના જ્યોતિ બસુનું નામ લાંબા સમય સુધી રાજ કરનારા મુખ્યમંત્રીઓની યાદીમાં હજી પણ છે તેમના પક્ષનો કે તેમનો વ્યક્તિગત વિક્રમ કોઈ તોડી શક્યું નથી. ૧૯૯૬માં તો કોંગ્રેસના ટેકા સાથે સરકારની વાત આવી, ત્યારે દેવગૌડા પહેલા જ્યોતિ બસુનું નામ હતું પણ પક્ષના મોવડીઓએ પશ્ચિમ બંગાળ જાળવી રાખી કેન્દ્રમાં જવા બસુને પરવાનગી ન આપી નહિ તો ચિત્ર અલગ જ હોત. જો કે ૧૯૯૭માં જે ટુંકાગાળા માટે ઈન્દ્રકુમાર ગુજરાલની આગેવાની હેઠળની બીનભાજપી અને કોંગ્રેસના ટેકાવાળી સરકાર રચાઈ ત્યારે સામ્યવાદી પક્ષના પશ્ચિમ બંગાળના સાંસદ પ્રથમવાર અને હવે છેલ્લીવાર કહેવાય તેમ કેન્દ્રીય મંત્રી બન્યા હતા જ્યારે માર્કસવાદી એટલે કે સીપીએમના આગેવાન સોમનાથ ચેટરજી સ્પીકર પણ બન્યા હતા તે પણ હકિકત છે.

ભલે સામ્યવાદીઓને બિહારમાં સત્તા ન મળી હોય પરંતુ આજની તારીખમાં મહાગઠ બંધનની ભાગીદાર તરીકે ૧૬ બેઠકો સાથે ડાબેરી મોરચો બિહાર વિધાન સભામાં પોતાની ભૂમિકા ભજવે છે. બિહારમાંથી ભૂતકાળમાં સાંસદો પણ આપ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સંસદીય ચૂંટણીમાં ફૈઝાબાદ એટલે કે અયોધ્યાની બેઠક પર સામ્યવાદી સાંસદ ચૂંટાયા હતા. ઉત્તરપ્રદેશ વિધાન સભામાં પણ સામ્યવાદીઓનું પ્રતિનિધિત્વ હતું.

ગુજરાતનાં પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ સામ્યવાદીઓ પછી તે સીપીઆઈ હોય કે સીપીઆઈએમ હોય તે સ્વરૂપે અનેક વખત હાજરી પૂરાવી ચૂક્યા છે. ૧૯૬૭માં સામ્યવાદી પક્ષના શ્રીપાદ અમૃત ડાંગે એટલે કે એસ.એ. ડાંગે મુંબઈમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા જ્યારે તેમના પુત્રી રોઝી દેશપાંડે પણ સાંસદ રહી ચૂક્યા છે. બીજા એક સામ્યવાદી આગેવાન અહલ્યાબાઈ રાંગણેકર પણ મહારાષ્ટ્રમાંથી એકવાર સાંસદ અને એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. અમરાવતી અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના ચારથી પાંચ જેટલા સંસદીય મત વિસ્તારો એવા છે કે જ્યાં સામ્યવાદીઓ અવારનવાર ચૂંટાયા છે. ધારાસભા લોકસભામાં હાજરી પૂરાવી છે અને અમરાવતીમાં નગર નિગમમાં શાસન પણ કર્યુ છે.

જ્યારે ગુજરાતમાં ૧૯૭૨માં પાલિતાણાની બેઠક પર બટુકભાઈ વોરા સીપીઆઈની ટિકિટ પરજ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આજ પાલિતાણામાં ૧૯૬૨ પહેલા અને ૧૯૮૦ આસપાસ સામ્યવાદી પક્ષે શાસન કર્યુ છે. ૧૯૬૭ની વિધાન સભા ચૂંટણીમાં સીપીઆઈના આગેવાન સુબોધભાઈ મહેતાએ મહાગુજરાત જનતા પરિષદના ઉમેદવાર તરીકે તે વખતની બે બળદની જોડીવાળી કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ શાહને જોરદાર ટક્કર આપી હતી. ત્યારબાદ ૧૯૯૦, ૧૯૯૫ અને ૧૯૯૮ અને ૨૦૦૨ની વિધાન સભા ચૂંટણીમાં સીપીએમના ઉમેદવાર ૨૫ હજાર કરતાં વધુ મતો મેળવી ગયા હતા પણ જોગાનુજોગ ચૂંટણી જીતી શક્યા નહોતા. જ્યારે ૧૯૬૮માં યુનિવર્સિટી આંદોલન બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાવનગરમાં સામ્યવાદી પક્ષ, સંયુક્ત સમાજવાદી પક્ષ, પ્રજા સમાજવાદી પક્ષ જનસંઘ અને સ્વતંત્ર પક્ષનો બનેલો સંયુક્ત મોરચો સત્તા પર આવ્યો હતો. આ વખતે ભાવનગર નગરપાલિકાની ૪૦ બેઠકો પૈકી ૧૨ બેઠકો લડી તમામ ૧૨ બેઠકો જીતી સામ્યવાદી પક્ષે ડંકો વગાડ્યો હતો અને પ્રથમ વર્ષે ભાવનગર નગરપાલિકામાં પ્રથમ મહિલા પ્રમુખ બનવાનું માન સામ્યવાદી આગેવાન ની‚બેન પટેલને મળ્યું હતું. કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સામ્યવાદી પક્ષ હાજરી પૂરાવતો રહ્યો છે. ૧૯૮૫માં બે સામ્યવાદી આગેવાન કોર્પોરેટર હતા અને તેમાં અ‚ણ મહેતાને તો ટૂંકા ગાળા માટે મેયર બનવાનો લાભ પણ મળ્યો હતો. ૨૦૦૦ની સાલમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સીપીઆઈ (એમ) ચાર બેઠકો જીત્યો હતો. જો કે ત્યારબાદ ભાવનગરમાં સામ્યવાદીઓ ચૂંટાયા નથી. જો કે લડત તો દર વખતે આપે જ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહાગુજરાત જનતા પરિષદના નેજા હેઠળ સામ્યવાદી પક્ષના આગેવાનો સત્તાના સૂત્રો પણ એક વખત સંભાળી ચુક્યા છે. આમ ગુજરાતમાં પણ સામ્યવાદી પક્ષની હાજરી નોંધાઈ ચૂકી છે.
ત્રિપુરામાં વર્ષો સુધી સામ્યવાદી શાસન રહ્યા બાદ હાલ ભાજપનું શાસન છે. બંગાળમાં ૧૯૪૬ બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે, સામ્યવાદી પક્ષનો ઠીક પણ કોઈ ડાબેરી પક્ષનો એક પણ સામ્યવાદી ચૂંટાયા નથી. અત્યારે દેશમાં કેરળ જ એક એવું રાજ્ય છે જ્યાં સતત બીજી વખત ડાબેરીઓની સત્તા છે અને મોટાભાગની સ્થાનિક સંસ્થાઓમાં તેનું રાજ છે. આ રાજ્યમાં કોંગ્રેસ પ્રેરત મોરચો મુખ્ય વિરોધ પક્ષ તરીકે છે જ્યારે ભાજપ આ વખતે તો ત્યાં ખાતું ખોલાવવામાં પણ સબળ રહ્યો નથી. અત્યારે કેરળનો ગઢ જાળવવા અને ત્રિપૂરાનો ગઢ પાછો મેળવવા માટે સીપીએમની આગેવાની હેઠળના મોરચાએ ક્વાયત શ‚ કરી છે. જોઈએ તેમાં તેને કેવી સફળતા મળે છે.

ડ્રગ્સ અને ચેટ્સ / વોટ્સએપ કહે છે કે ચેટ સુરક્ષિત છે, તો NCBના હાથમાં કયાંથી આવી …?

Tips / જો તમારે વિદેશમાં ડ્રાઇવિંગ કરવું હોય તો તમારે લેવું પડશે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ, જાણો શું છે પ્રક્રિયા

Technology / Google ને તમારું લોકેશન ટ્રેક કરવાથી કેવી રીતે રોકવું? ચાલો જાણીએ કેટલાક ઉપાય

Technology / સસ્તા લેપટોપ પર કામ કરી રહી છે માઈક્રોસોફ્ટ, વિન્ડોઝ 11 સાથે લોન્ચ કરશે