અજમેર/ બળાત્કાર બાદ તાંત્રિકે પરિવારને કહ્યું- હવે છોકરીમાં ભૂત નથી, પીડિતાએ પોતાની આપવીતી તેની બહેનને જણાવી

અજમેરમાં એક તાંત્રિકે સગીર બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. જ્યારે પીડિતાએ પરિવારજનોને ઘટના જણાવી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

Top Stories India

અજમેરમાં એક તાંત્રિકે સગીર બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. જ્યારે પીડિતાએ પરિવારજનોને ઘટના જણાવી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પીડિતાના પરિવારે આરોપી વિરુદ્ધ ગાંધી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

રાજસ્થાનના અજમેરમાં એક તાંત્રિકનું ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું છે. તેણે એક પરિવારને ઘરમાંથી ભૂત કાઢવાનું, વિપત્તિઓ દૂર કરવાનું, આવક વધારવાનું અને સુખ અને શાંતિનું વચન આપ્યું. આ પછી તેણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

ઘટના ગાંધી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં એક પરિવાર ઘરેલું સમસ્યાઓથી પરેશાન હતો. આ દરમિયાન તે તાંત્રિકના સંપર્કમાં આવ્યો હતો. તાંત્રિક અનિલ 17 સપ્ટેમ્બરની સાંજે તેના ઘરે આવ્યો હતો. ઘરના માલિકને કહ્યું, ” બહુ મોટો ખતરો છે. તાંત્રિક વિદ્યાથી સારવાર કરાવવી પડશે.”

આ પછી તાંત્રિકે પૂજાના નામે બજારમાંથી કેટલીક સામગ્રી મંગાવી હતી. ભોજન કર્યા પછી તાંત્રિકે પૂજા શરૂ કરી. આ દરમિયાન તેણે કેટલીક વસ્તુઓ તૈયાર કરી, જેને પુષ્કર લઈ જવા અને પરિવારની સગીર છોકરીને તેની સાથે રોકવા માટે કહેવામાં આવ્યું. આની પાછળ તેણે યુવતી પર ભૂતનો પડછાયો પડવાનું કારણ જણાવ્યું. સસરા અને જમાઈ રાત્રે 11 વાગે પુષ્કર જવા નીકળ્યા હતા.

ધમકી આપી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો
આ પછી રાત્રે જ તાંત્રિકે સગીરાને ધાકધમકી આપીને રૂમમાં જ બળાત્કાર ગુજાર્યો હતો. સવારે જ્યારે પરિવાર પાછો આવ્યો ત્યારે તાંત્રિકે કહ્યું કે બધું બરાબર છે. હવે છોકરીના શરીરમાં ભૂત નથી. આટલું કહીને ત્રણ હજાર રૂપિયા લઈને તાંત્રિક ચાલ્યો ગયો. 19 સપ્ટેમ્બરના રોજ, ગભરાયેલા સગીરાએ  તેની મોટી બહેનને ઘટના વિશે જાણ કરી. જેના પર પરિવારે પોલીસ કેસ કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે ગુજરાતના તાલાલા માં પણ એક બાળકીના તંત્રીકના ચક્કરમાં ભૂત હોવાના વહેમ સાથે નિર્દયતથી તેના પિતા દ્વારા જ હત્યા હરવામાં આવી  હતી. તો કેરળમાં પણ બે યુવતીઓની તાંત્રિક બાબાના ચક્કરમાં હત્યા કરવામાં આવી હતી.