Not Set/ સુપ્રિમ કોર્ટે તરુણ તેજપાલની અરજીને ફગાવી, હવે ચાલશે યૌન શોષણનો કેસ

સુપ્રિમ કોર્ટે તપાસ પત્રકાર અને તહલકા મેગેઝિનનાં પૂર્વ એડિટર ઇન ચીફ તરુણ તેજપાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝાંટકો લાગ્યો છે. જાતીય સતામણીનાં કેસમાં કોર્ટે તેમની અરજી રદ્દ કરી છે અને કોર્ટે ગોવાની નીચલી અદાલતમાં સુનાવણી પરનો પ્રતિબંધ પણ હટાવ્યો છે. આ અરજીમાં તરુણ તેજપાલ દ્વારા તેમની વિરુદ્ધ કથિત જાતીય સતામણીનાં કેસને રદ્દ કરવાની માંગ કરવામાં […]

India
tarun tejpal સુપ્રિમ કોર્ટે તરુણ તેજપાલની અરજીને ફગાવી, હવે ચાલશે યૌન શોષણનો કેસ

સુપ્રિમ કોર્ટે તપાસ પત્રકાર અને તહલકા મેગેઝિનનાં પૂર્વ એડિટર ઇન ચીફ તરુણ તેજપાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝાંટકો લાગ્યો છે. જાતીય સતામણીનાં કેસમાં કોર્ટે તેમની અરજી રદ્દ કરી છે અને કોર્ટે ગોવાની નીચલી અદાલતમાં સુનાવણી પરનો પ્રતિબંધ પણ હટાવ્યો છે. આ અરજીમાં તરુણ તેજપાલ દ્વારા તેમની વિરુદ્ધ કથિત જાતીય સતામણીનાં કેસને રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે તરુણ તેજપાલ ઉપર વર્ષ 2013 માં એક મહિલા સાથે જાતીય સતામણી અને દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો છે.

Tarun Tejpal સુપ્રિમ કોર્ટે તરુણ તેજપાલની અરજીને ફગાવી, હવે ચાલશે યૌન શોષણનો કેસ

સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 6 મહિનામાં પૂર્ણ કરવા નીચલી અદાલતને નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે નીચલી અદાલતને આ કેસને પ્રાથમિકતા આપવા કહ્યું છે. તરુણ તેજપાલ પર વર્ષ 2013 માં ફાઇવ સ્ટાર હોટલની લિફ્ટમાં પોતાની મહિલા સહકર્મી પર યૌન શોષણનો આરોપ હતો, જોકે તેજપાલે આ આરોપને નકારી દીધો હતો. તરુણ તેજપાલની 30 નવેમ્બર 2013 નાં રોજ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ તરફથી તેમની આગોતરા જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી હતી.

ગોવાની અદાલત દ્વારા આરોપ નક્કી થયા બાદ તેજપાલે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમણે હાઈકોર્ટમાં આરોપ નાબૂદ કરવાની અરજી કરી હતી, જેને રદ્દ કરી દેવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી નામંજૂર કરી દીધી છે. 2014 થી તરુણ તેજપાલ આ કેસમાં જામીન પર બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.