- ઇંગ્લેન્ડ સામે ભારતની પ્રથમ મેચમાં હાર
- ઇંગ્લેન્ડે 227 રનથી મેળવી જીત
- ભારત 192 રન પર ઑલઆઉટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની સેનાને મોટો પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડે જો રૂટના નેતૃત્વમાં ભારતને 227 રનના મોટા અંતરથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ ચોથી ઇનિંગમાં જીતવા માટે 420 રનનો જંગી લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ ભારતીય ટીમ 192 રનમાં જ ધરાશાઈ થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી.
શુભમન ગિલે ચેન્નઈમાં અડધી સદી પૂરી કરી
રોહિત શર્મા અને શુબમન ગિલે ભારતનો બીજા દાવની શરૂઆત કરી હતી. પાંચમા દિવસે ભારતને ચેતેશ્વર પૂજારા તરીકે પહેલો ઝટકો મળ્યો. લીજના બોલ પર 15 રન બનાવી પૂજારા સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો. શુભમન ગિલે ચેન્નઈમાં 81 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી.
ફરિયાદ / મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ, વડોદરામાં પોલીસ કમિશ્નરને મળ્યા પત્રકારો
જેમ્સ એન્ડરસનની અંદર તરફ આવતી બોલ પર ગીલ ચુક્યો અને તેનેપણ પેવેલિયન પાછા ફરવું પડ્યું હતું. તે જ ઓવરમાં, એન્ડરસનને ખાતું ખોલ્યા વિના અજિંક્ય રહાણેને પેવેલિયન જવાની ફરજ પાડી હતી. ઋષભ પંતણે પણ , જો રુટને હાથે કેચ આપીને એન્ડરસનને ભારતને પાંચમો ફટકો આપ્યો હતો. આ બીજી ઇનિંગ્સમાં તેની ત્રીજી વિકેટ હતી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ઇનિંગમાં 74 મી બોલમાં 6 ચોગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. કોહલી ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં આવું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. સ્પિનર લિચે ભારતીય ટીમને સાતમો ફટકો આપ્યો હતો. તે અશ્વિનને 9 રને જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિરાટ કોહલીએ 72 રન ફટકાર્યા હતા, પરંતુ તે બેન સ્ટોક્સની ક્લીન બોલ્ડ થયો હતો. શાહબાઝ નદીમ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
